SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાનો રાસ. એથી એ સમયનો હર્ષ હદયમાં પણ સમાતો ન હતો; કેમકે અભિમાની રાજાએ માન મૂકી સત્ય વાતને માન આપી પિતાથી થએલ ભૂલ માટે દિલગીરી દર્શાવી એ ઘણું જ વખાણવા લાયક કૃત્ય હતું, તેમ આપકમી અને બાપકમીની તકરારનો નીવેડે જણાતાં તેમ જ શ્રીનવપદજીના મહાસ્યની સાબિતી મળતાં સર્વને આનંદ થયો હતો –૧૫ થી ૧૬ નયર સયલ શણગારિયું, જય, ચહટાં એક વિશાલ ગુવ ઘરઘર ગુડી ઉછળે, જય૦ તોરણ ઝાકઝમાલ. ગુ. ૧૭ ઘરે જમાઈ મહોત્સવ, જય, તેડી આવ્યો રાય; ગુર સંપૂરણ સુખ ભેગવે, જય સિદ્ધચક્ર સુપસાય. ગુ. ૧૮ નયરમાંહે પરગટ થઈ, યે મુખ મુખ એહિ જ વાત, ગુરુ જિનશાસન ઉન્નતિ થઈ, જવ મયણાયે રાખી ખ્યાત. ગુ૦ ૧૯ રાસ રડે શ્રીપાલને, યા તેહની અગ્યારમી ઢાલ, ગુ. વિનય કહે સિદ્ધચકની, જ્ય સેવા ફલી તતકાલ. ગુ. ૨૦ અર્થ –એ આનંદ પ્રસંગને જાહેરમાં લાવવા રાજાએ આખા શહેરને શણગારવાને હુકમ કર્યો (અને પ્રજાજનોને આનંદાશ્ચર્ય થયે.) ઘર દીઠ ઝગમગતાં તોરણે બંધાયાં અને ચાર રસ્તાઓ તથા ચેક વગેરે જગેમાં અનેક મનહર દેખાવની રચના કરવામાં આવી, અને દરેક મકાન આગળ ગુડિયા ઉછળવા લાગી. આ પ્રમાણે રચના થયા પછી બહુ જ ભારે ઠાઠ–દમામ સહિત રાજા પ્રજાપાળ પિતાના જમાઈને રાજમહેલમાં તેડી લાવ્યા અને તે પછી તે દંપતિ શ્રી સિદ્ધચકજીના પ્રતાપવડે સંપૂર્ણ પ્રકારે સુખો અનુભવવા લાગ્યાં. પછી નગરજનના મુખથી એ જ વાત પ્રગટ થઈ કે જૈનધર્મજ જગતમાં શ્રેયસ્કર છે. એમ શ્રી જૈનશાસનની ઘણીજ ઉન્નતિ થઈ તથા સુખ દુઃખ કર્મ વડે જ પ્રાપ્ત થાય છે એ વાત મયણાસુંદરીએ જે કહી હતી તે તત્વષ્ટિએ બરાબર હતી એમ પ્રગટ થયું. આ શ્રીપાળના સુંદર રાસની રચનામાં અગિયારમી ઢાળ પૂર્ણ થઈ. વિનયવિજયજી કહે છે કે-હે શ્રોતાજન ! આ પ્રમાણે સિદ્ધચક્રજીની સેવા તુરત જ ફળે છે, માટે તમો સર્વ તેમની સેવા કરવા તરફ લક્ષ રાખો. –૧૭ થી ૨૦ ચોપાઈ-પંદ ખંડ ખંડ મીઠે જિમ ખંડ, શ્રીશ્રીપાલ ચરિત્ર અખંડ; કીર્તિવિય વાચકથી લહ્યો, પ્રથમ ખંડ ઈમ વિનમેં કહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy