SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાને રાસ. સેનના કાવતરાથી આપણું લશ્કર તમામ બદલી બેઠું છે, અને આપને અને બાળરાજાને તથા મને ઠાર મારી રાજ્ય પડાવી લેવાનું નક્કી થઈ ગયું છે માટે આપ બાળરાજાને લઈ મધરાતે દિલ ચાહે ત્યાં જીવ લઈ નાસો. બાળરાજાને જીતાડવા માટે એમ નાસવાની જરૂર જ છે, જે બાળરાજા કુશલ રહેશે તે વળી ચંપાનગરીનું રાજ્ય–તખ્ત હાથ કરવાનો વખત આવશે; માટે આપ કોઈ ન જાણે તેવી રીતે બાળરાજા સહિત પલાયન કરી જાઓ એટલે પછી મારા જીવને બચાવવાની જ પંચાત રહી તે હું કરી લઈશ. –૧ થી ૬ રાણી નાઠી એકલી રે, પુત્ર ચડાવી કેડ; ઉવટે ઉજાતી પડે રે, વિસમી જિહાં છે વેડ. દેખે ૭ જાસ ઝડેઝડ ઝાંખરાં રે, ખાખર ભાખર ખેહ, ફણિધર મણિધર જ્યાં ફરે રે, અજગર ઉદર ગોહ. દેખ૦ ૮ ઉજડે અબલા રડવડે રે, રમણી ઘોર અંધાર; ચરણે ખૂચે કાંકરા રે, ઝરે લોહીની ધાર. દેખ૦ ૯ વરૂ વાઘ ને વરઘડાં રે, સર કરે શીયાલ; ચાર ચરડને ચીતરા રે, દિયે ઉછળતી ફાલ. દેખો૧૦ ધૂ ઘૂ ઘૂ ઘૂઅડ કરે રે, વાનર પાડે હક; ખલહલ પરવતથી પડે રે, નદી નિઝરણાં નીક. દેખાવ ૧૧ બળિયું બેઉનું આઉખું રે, સત્ય શિયલ સંઘાત; વખત બલી કુંવર વડે રે, તિણે ન કરે કેઈ ઘાત. દેખ૦ ૧૨ ચણહિંડોળે હિંચતી રે, સૂતી સેવન ખાટ; તસ શીર ઈમ વેળા પડી રે, પડો દેવ શિર દાટ. દેખો. ૧૩ અર્થ –આ પ્રમાણે ભયંકર મામલે મચેલે જાણ પ્રધાનની નિમકહલાલી માટે ધન્યવાદ આપી સમયને માન આપવા રાજમાતા મધરાતની વખતે બાળરાજાને કેડમાં બેસાડી એકલી જ નાસી છૂટી. અને કેઈને જલદીથી પત્તો ન લાગે એટલા માટે ભયંકર જંગલને રત હાથ . તે ઉજડ જંગલમાં સરખટ, ડાભ, કાસ વગેરેનાં ભોથાં અને કાંટાળા ઝાડાનાં ઝાંખરાં બહુ જ હતાં, તથા ખાખરાઓનું જંગલ અથવા પડેલાં પાંદડાંઓને ખાખયડો, પહાડની ટેકરીઓ, ડુંગરની ભણો, વગેરેની પણ જ્યાં બહુ છત હતી, ફણિ વાળા તેમજ મણિવાળા સ ફર્યા કરતા હતા. અજગર, જંગલી ઉંદર, પાટલાચંદન ઘે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy