________________
=
ખંડ પહેલે.
૪૩ ઢાળ દશમી-રાગ રામગ્રી વા મારૂ. જગતગુરૂ હીરજી રે—એ દેશી. મૃતકારજ કરી રાયનાં રે, સકલ નિવારી શક; મતિસાગર મંત્રીસરે રે, થિર કીધાં સવિ લોક.
દેખો ગતિ દેવની રે. દેવ કરે તે હોય, કુણે ચાલે નહીં રે. રાજ ઠવી શ્રીપાલને રે, વરતાવી ત: આણ; રાજકાજ સવિ ચાલ રે, મંત્રી બહુ બુદ્ધિ ખાણું. દે. ૨ ઈશુ અવસર શ્રીપાલને રે, પીતરીઓ મતિ મૂઢ, પરિકર સઘળો પાલટી રે, ગૂઝ કરે ઈમ ગૃઢ. દેખો૦ ૩ મતિસાગરને મારવા રે, વળી હણવા શ્રીપાલ; રાજ લેવા ચંપા તણું રે, દુષ્ટ થયો ઉજમાલ દેખાવ ૪ કિમહિક મંત્રીસર લહી રે, તે વૈરીની વાત; રાણીને આવી કહે રે, નાસ લેઈ મધરાત. દેખ૦ ૫ જે જાશો તો જીવશો રે, સુત જીવાડણ કાજ;
કુંવર જે કુશલ હશે રે, તો વળી કરશો રાજ દેખો ૬ અર્થ–પછી રાજાનો છેલ્લો સંસ્કાર મૃતકારજ વગેરે કરી સઘળો શોક દૂર કરીને મતિસાગર મંત્રીશ્વરે રૈયતને હૈયાધારણ આપી સ્થિર કરી. કવિ શ્રોતાજનેને, અને રહેવાણ વહેવાણને કહે છે કે-“કર્મની કેવી વિષમ ગતિ છે તે જુઓ ! જે કર્મ કરે છે તે જ થાય છે, પણ તેમાં કેઈનું ડહાપણ ચાલતું જ નથી--અગર તેના ઉપર કેઈનું જોર પણ ચાલતું નથી. ” પછી રાજગાદી ઉપર શ્રીપાળરાજાને બેસાડી પોતાના રાજ્યમાં બધે તેની આણને ઢઢેરે ફેરવ્યું, અને તે પછી તે બહુ બુદ્ધિનિધાન પ્રધાન કુલ રાજ્યકારોબાર ચલાવવા યત્નવાન થયું. એ અરસા દરમ્યાન શ્રીપાળરાજાને મૂઢ મતિવાળો પિત્રાઈ કાકે અજીતસેન હતા, તેણે શ્રીપાળરાજાના લશ્કર-સામંત વગેરે તમામને લાંચ આપી, ખટપટ વડે શંકાએ, ભય, વગેરે પેદા કરી ફૂટ કરાવી કોઈ ન જાણું શકે તેવી છુપી મસલત ચલાવીને ફેરવી નાખ્યા; તથા એ પણ નિશ્ચય કરી દીધું કે મતિસાગર પ્રધાનને અને શ્રીપાળરાજાને ઠાર કરી ચંપાનગરીનું રાજ્ય લઈ લેવું. પરંતુ તેઓનાં આયુષ બળવાન્ હોવાથી છુપા જાસુસ મારફત તે શત્રુના દાવ સંબંધી વાતની ખબર મહિસાગરને મળી; એટલે તાબડતોબ પ્રધાને રાજમાતાને આવી જાહેર કર્યું કે–“રાજમાતા ! અછત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org