________________
શ્રીપાળ રાજાનો રાસ.
રાણી તસ કમલપ્રભા રે, અંગ ધરે ગુણ શ્રેણ રે; કંકણદેશ નરિંદની રે, જે સુણિયે લધુ બહેન રે. જુવ ૮ રાજા મન ચિંતા ઘણી રે, પુત્ર નહી અમ કેય રે; રાણી પણ આરતિ કરે રે, નિશદિન ગુરે દોય રે. જુવ ૯ દેવ દેહરડાં માનતા રે, ઈચ્છતાં પૂછતાં એક રે; રાણી સુત જનમ્યો યથા રે, વિદ્યા જાણે વિવેક રે. જુવ ૧૦ નગરલોક સવિ હરખીયાં રે, ઘર ઘર તોરણ ત્રાટ રે; આવે ઘણાં વધામણાં રે, શણગાર્યા ઘર હાટ રે. જુવ રાજા મન ઉલટ ઘણો રે, દાન દિયે લખ કેડી રે; વૈરી પણ સંતોષીયા રે, બંદિખાના છોડી રે. જુ ધવલ મંગલ દિયે સુંદરી રે, વાજે ઢાલ નીસાણ રે; નાટક હોવે નવનવાં રે, મહોત્સવ અધિક મંડાણ રે. જુ. ૧૩ ન્યાતિ સજન સહુ નોતર્યા રે, ભેજન ષટરસ પાક રે; પાર નહીં પકવાનનો રે, શાલિ સુરહાં ધૃત શાક રે. જુવ ૧૪ ભૂષણ અંબર પહેરામણી રે, શ્રીફલ કુસુમ તંબોળ રે; કેસર તિલક વલી છાંટણાં રે, ચંદન ચુઆ રંગરોલ રે. જુના ૧૫ રાજરમણી અમ પાલશે રે, પુણે લહ્યો એ બાલ રે; સજન ભૂઆ મલી તેહનું રે, નામ ઠવ્યું શ્રીપાલ રે. જુ° ૧૬ રાસ રૂડો શ્રીપાલને રે, તેહની નવમી ઢાલ રે;
વિનય કહે શ્રોતા ઘરે રે, હાજે મંગલ માલ રે. જુવ ૧૭ અર્થ –કહેવાણની આ પ્રમાણે આતુરતા જાણી કમળા રૂપાને કહેવા લાગી કે– “સાંભળે. જેની બરાબરી માટે, ઉપમા ન આપી શકાય એવા અંગ દેશની અંદર સુંદર ચંપાનગરી છે કે જેમાં પાપ પણ પિસવા પામતું નથી, એવી પુણ્યધામ નગરીમાં રાજાના તમામ ગુણએ કરીને મનોહર સિંહરથ રાજા રાજ્ય કરતો હતો. તેને કમળપ્રભા નામની રાણી કે જે પિતાના શરીરમાં સ્ત્રીને શોભા આપનારા ગુણોની શ્રેણી-સમૂહને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org