________________
ખંડ પહેલે. જુઓ અગમગતિ પુણ્યની રે, પુર્વે વંછિત થાય રે; સવિ દુઃખ દૂર પલાય રે, જુઓ અગમગતિ પુણ્યની રે. વહુએં અમ કુલ ઉદ્ધર્યું રે, કીધો અમ ઉપગાર રે; અમને જિન ધર્મ બૂઝવ્યો રે, ઉતાર્યા દુઃખ પાર રે. જુગ ૨ સૂઈ જિમ દોરા પ્રતે રે, આણે કસીદો ઠામ રે; તિમ વહુએં મુજ પુત્રની રે, ઘણી વધારી મારે. જુ. રૂપા કહે ભાગ્યે લો રે, અમે જમાઈ એહ રે; રયણચિંતામણિ સારિખો રે, સુંદર તનું સસ્નેહ રે. જુ. ૪ સુણવા અમ ઈચ્છા ઘણી રે, એહનાં કુલ ઘર વંશ રે;
પ્રેમેં તેહ પ્રકાશીયે રે, જિમ હીસું અમ હંસ રે. જુ. ૫ અર્થ-વર, વહુ અને એ બેઉ જણની બન્ને સાસૂ એ ચાર જણ એકાંતમાં બેઠાં હતાં, એ વખતે વાત ચાલતાં બનને વહેવાણો પૈકી ઉંબરરાણાની માતા કમળા મયણાની માતા રૂપાને કહેવા લાગી કે “તમારા પ્રસિદ્ધિ પામેલા કુલને ધન્ય છે ! આ વહૂએ અમારા કુલને ડુબત બચાવી લીધો છે, અમારા ઉપર ઉપકાર કર્યો છે, અમને ચિંતામણિરત્ન સરખા જૈન ધર્મનાં સંસ્કારી કર્યા છે અને અમને દુઃખદરિયામાંથી પેલે પાર ઉતારી આભારી કર્યા છે. તથા જેમ સોયરાને કાબૂમાં લઈ ફૂલ બૂટા વગેરે ભરવાના કામમાં શોભાવંત બનાવી દે છે, તેમ વહૂએ મારા પુત્રને મર્યાદામાં લાવી ઘણી જ લાજ આબરૂ વધારી અમેને ઠેકાણે આપ્યાં છે. માટે ખચિત તમે ધન્યવાદનાં જ પાત્ર છે !!” ઈત્યાદિ મને જ્ઞ વચન સાંભળી રૂપાએ કહ્યું કે—“ અમે પણ અમારા પૂર્વ પુણ્યબળના વેગથી જ ચિંતામણીરત્ન સરખા સુંદર શરીરવંત અને નેહાળ હૃદયવંત આ જમાઈરાજ પામેલ છે; માટે એમના કુલ, વંશ, ઘર, વગેરે બાબતની કથા સાંભળવા અમને બહુ જ ચાહના છે, એ વાતે તમે ઉલ્લાસ સહિત કહી સંભળાવે કે જેથી અમારો આત્મા અતિ પ્રસન્ન
–૧ થી ૫ કહે કમળા રૂપા સુણો રે, અંગ અનોપમ દેશ રે; તિહાં ચંપાનગરી ભલી રે, જિહાં નહિ પાપ પ્રવેશ રે. જુવ ૬ તેહ નગરનો રાજિયો રે, રાજગુણે અભિરામ રે; સિંહ થકી રથ જોડતાં રે, પ્રગટ હોશે તસ નામ રે. જુત્ર ૭
થાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org