SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પહેલો. કુલપંપણ એ કુંવરી, કાં દીધી કિરતાર; જિર્ણ કુટીવર પરિહરી, અવર કિયો ભરતાર. વા પડે મુજ કૂખને, ધિક ધિક મુજ અવતાર; રૂપસુંદરી ઈણિ પરે ઘણું, રૂદન કરે તેણી વાર. રેતી દીઠી દુ:ખ ભરે, મયણા નિજ માય; તવ આવી ઉતાવળી, લાગી જનની પાય. હરખ તણે સ્થાનક તુમેં, કાં દુ:ખ આણે માય ? દુઃખ દોહગ દૂર ગયાં, શ્રીજિનધર્મ પસાય. નિસિહી કહીને આવીયા, જિણહર માંહે જેણુ; કરતાં કથા સંસારની, આશાતના હોયે તેણ. હવણ રહીયેં છે જિહાં, આ તિણે આવાસ; વાત સયલ સુણજે તિહાં, હોશે હિયે ઉ૯લાસ. તિહાં આવી બેઠાં મલી, ચારે ચતુર સુજાણ; જે દિન સજન મેલાવડ, ધન તે દિન સુવિ ડાણ. મયણાના મુખથી સુણી, સઘળે તે અવદાત; રૂપસુંદરી સુપ્રસન્ન થઈ, હિંયડે હરખ ન માત. ૧૩ અર્થ –એક દિવસ એ ત્રણે જણે જિનેશ્વર દેવની પૂજા કરી મધૂર-મીઠા અવાજ સહિત અને એક ચિત્તથી અગાડી કુંવર અને પાછળ માતા તથા વહૂ એમ મર્યાદાના કમસહ બેસી ત્યવંદન કરવું શરૂ કર્યું, તેમાં બન્ને જણ સાંભળતાં હતાં અને કુંવર ચૈત્યવંદનને પાઠ કહેતું હતું. તે વખતે એવો બનાવ બન્યું કે-જ્યારે પ્રજા પાળ રાજાએ અભિમાનમાં ગર્ક થઈ મયણાસુંદરીને ઉંબરાણાને હાથ સોંપી દીધી હતી ત્યારે મયણસુંદરીની માતા રૂપસુંદરીનું મન બહુ જ દુભાયું, એથી રીસાઈ ચાલી એ જ શહેરની અંદર પુણ્યપાળ નામનો રાજા કે જે તેના ભાઈ થતા હતા તેને ત્યાં આવીને રહી હતી અને પુત્રીને કોઢિયા સાથે વળાવી અવતાર બગાડ્યો, એ બાબતનું દુઃખ હૈયે ચઢી આવતાં વારંવાર નિસાસા નાખતી હતી. પરંતુ તેણીએ જ્યારે જિનેશ્વરદેવની વાણી તરફ શ્રદ્ધા અને નિશ્ચયપૂર્વક ધ્યાન આપ્યું, તો તેણીને “આ અસાર સંસારની સગાઈ સંબંધે દુઃખમાં લીન થઈ ધર્મધ્યાન મૂકી દેવું એ તદ્દન ઘેલછા છે” એવું ભાસ્યું. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy