SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળે રાજાને રાસ. છે-તે તેને તે રોગ નાશ થશે કે કઈ પાપના સંગને લીધે નહીં (નાશ) થશે? તે દયા કરીને પ્રકાશ કરો. હું આપના ચરણકમળની રજ છું.” જ્યારે મેં આવી દયાજનક સ્થિતિ દર્શાવી ત્યારે દયાસમુદ્ર ગુણવંત જ્ઞાનગુરૂએ દયા કરી કહ્યું- બાઈ! તું દિલગીર ન થતાં તારા પુત્ર સંબંધીની હકીકત સાંભળ. તે તારા રેગી પુત્રને કેઢિઆઓએ અંગીકાર કર્યો અને તેનું ઉંબરાણે નામ સ્થાપન કરી તેમણે યશ મેળવ્યો છે, તેને માળવાના રાજાની પુત્રીએ વર્યો છે અને તે બન્નેનો વિવાહ મહોત્સવ કેઢિયાઓએ કર્યો છે. તેમ જ સ્ત્રીના વચનથી ઓળને તપ આદરી શ્રી સિદ્ધચકજીનું આરાધન કર્યું છે, તેથી તારે પુત્ર રેગ રહિત થયે છે; કેમકે એણે પૂર્વજન્મની અંદર જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેને સંગ પ્રગટ થયું છે. વળી એ શ્રી સિદ્ધચકારાધન વડે એની બહુ જ લાજ-શોભા વધશે અને ઘણા રાજાઓને જીતી રાજ્ય ભગવશે. માટે હવે દિલગીર થવા જેવું કશું નથી.” આ પ્રમાણે જ્ઞાની મહારાજે કહ્યું તેથી તે વચનોને વધાવી લઈ હું અહીં આજે આવી અને તમને જોવાથી મારાં બધાં કામ સફળ થયાં છે. ” આવી રીતે વાતો કરી પછી તે ત્રણે જણ સાધર્મિભાઈની હવેલીએ ગયાં અને તે નિવાસસ્થળમાં લીલા કરતાં સુખ સહિત દિવસે ગુજારવા લાગ્યાં. વિનયવિજયજી કહે છે કે–આ સિદ્ધચકજીના ઉત્તમ રાસની અંદર ધ્યાન રાખી જે શ્રોતાઓ સાંભળે તેઓની ભણતાં અને સાંભળતાં મનની આશાઓ પરિપૂર્ણ થાય છે, માટે હે ગુણિજનો ! આ પ્રમાણે કહેલી શ્રીપાલ રાસની આઠમી ઢાળ કે જે શ્રી સિદ્ધચકજીના પ્રત્યક્ષ માહાસ્યમય છે તે ચિત્તની અંદર ધારી રાખજે. –૯ થી ૨૦ દેહરા છંદ એક દિન જિન પૂજા કરી, મધુર સ્વરે એક ચિત્ત; ચૈત્યવંદન કુંવર કરે, સાસુ વહુ સુણુત. મયણાની માતા ઘણું, દુહવાણી નૃપ સાથ; જવ મયણુ મત્સર ધરી, દીધી ઉંબર હાથ. પુણ્યપાળ નામેં નૃપતિ, નિજ બાંધવ આવાસ; રીસાઈ આવી રહી, મૂકે મુખ નિસાસ. જિન વાણી હિયડે ઘરી, વિસારી દુ:ખ દંદ; આવી દેવ જુહારવા, તિર્ણ દિન તિહાં આણંદ. માયે મયણા ઓળખી, અનુસારે નિજ બાલ; આગળ નર દીઠે અવર, યવન રૂપ રસાલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy