SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત સત્તરભેદી પૂજા પ્રથમ સ્નાત્ર કરે, પછી અષ્ટપ્રકારી પૂજા કરે, ઉજજવલ રૂપા પ્રમુખની કેબીમાં કુંકુમ તથા કેસર વગેરેને સ્વસ્તિક કરે. પછી સુંદર કળશ, કેસર પ્રમુખ મિશ્રિત શુદ્ધ જળ ભરી સ્થાપનાનો રૂપિયે કળશમાં નાખે, પછી કાશ કેબીમાં રાખી સ્નાત્રીયા મુખકેશ ઉત્તરાસંગથી કરી ત્રણ નવકાર ગણી નમસ્કાર કરે, હાથે ધૂપ દેઈ કેબી હાથમાં ધારણ કરે, મન સ્થિર રાખે, છીંક વર્જન કરે, સ્નાત્રીયા પ્રભુજી સન્મુખ ઊભા રહે, પંચામૃત કળશ અડગ રાખે, અને મુખ થકી પહેલી પૂજાને પાઠ ભણે, તે ભણીને પછી પ્રભુને પંચામૃતનું ન્હવણ કરે તથા પ્રભુની ડાબી બાજુને અંગુઠે જળધારા આપે. ૨ પછી સુંદર સૂક્ષ્મ અંગભૂહણે જિનબિંબ પ્રમાઈ કેસર, ચંદન, મૃગમદ, અગર, કરાદિકથી કચેલી ભરી હાથમાં લઈ ઊભા રહીને મુખ થકી બીજી પૂજાને પાઠ ભણે, તે ભણીને વિલેપન કરી નવ અંગે પૂજન કરે. ૩ પછી અત્યંત સુકમલ સુગંધિત અમુક વસ્ત્રયુગ્મ ઉપર કેસરને સ્વસ્તિક કરી, પ્રભુજી આગળ ઊભું રહી મુખ થકી ત્રીજી પૂજા પાઠ ભણે, તે ભણુને પ્રભુજી આગળ વસ્ત્રયુગ્મ ચડાવે. ૪ પછી અગર, ચંદન, કપૂર, કુંકુમ, કસ્તુરીનું ચૂર્ણ કરી કોળી ભરી, પ્રભુ આગળ ઊભા રહી, મુખ થકી ચોથી પૂજાને પાઠ ભણે, તે ભણીને વાસ ચૂર્ણ બિંબ ઉપર છાંટે. જિનમંદિરમાં ચૂર્ણ ઉછાળે. ૫ પછી ગુલાબ, કેતકી, ચંપો, કુંદ, મચકુંદ, સેવનજાતિ, જૂઈ, વિકલસરી, ઈત્યાદિ સુગંધયુક્ત પંચવર્ણ કુલ લઈ ઊભું રહી, મુખથકી પાંચમી પૂજાને પાઠ ભણે. તે ભણીને પંચવર્ણ ફૂલ ચઢાવે. ૬ પછી નાગ, પુન્નાગ, મરૂઓ, દમણ, ગુલાબ, પાડલ, મગર, સેવંત્રી, ચંબેલી, માલતી પ્રમુખ પંચવર્ણનાં કુસુમની સુંદર માળા ગુંથીને હાથમાં લેઈ ઊભો રહી છઠ્ઠી પૂજાને પાઠ ભણે, ભણીને પ્રભુજીને કઠે કુલની માળા પહેરાવે. ૭ પછી પંચવણું કુલની કેસરથી આંગી ચી, હાથમાં લેઈ મુખથકી સાતમી પૂજાનો પાઠ ભણે, તે ભણીને સુગંધિત પુપે કરી, અત્યંત ભક્તિએ સહિત ભગવંતના શરીરે આંગી ચે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy