SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ૮ પછી ઘનસાર, અગર, સેલારસ પ્રમુખ સુગ'ધવટી ઈત્યાદિક સુગ'ધણરકેખીમાં નાખી, હાથમાં લઈ પરમેશ્વર આગળ ઊભા રહી, મુખથકી આઝમી પૂજાને પાઠ ભણે. તે ભણીને પ્રભુજીને સુગધિ ચૂર્ણ ચઢાવે. ટ ૯ પછી સધવા સ્ત્રીઓ એકડી થઈને, પચવી ધ્વજા, ધૂપ સહિત સુવર્ણ સય દ ંડે કરી સંયુક્ત, ઉજ્જવળ થાળમાં કુંકુમના સ્વસ્તિક કરી, અક્ષત, શ્રીફળ, રૂપાનાણું ધરીને તે થાળમાં ધ્વજા ધારણ કરે, પછી તે સધવા સ્ત્રીના મસ્તકે રાખી ગીતગાન ગાતાં સ જાતિનાં વાજિંત્ર વાજતાં, ત્રણ પ્રદક્ષિણા આપે. પછી ધ્વજા ઉપર ગુરૂ પાસે વાસક્ષેપ કરાવે પ્રભુ સન્મુખ ગડુલી કરે ઉપર અક્ષતથી સ્વસ્તિક કરે સાપારી ચઢાવી મુખથકી નવમી પૂજાને પાઠ ભણે, તે પાડ ભણી ધ્વજા ચઢાવે. ૧૦ પછી પીરેાજા, નીલમ, લસણીયા, મેતી માણેકથી જડેલા એવા મુકુટ, કુંડલ, હાર, તિલક, હેરખા, કંદોરા, કડાં ઈત્યાદિક આભરણ લેઈ મુખથકી દશમી પૂજાને પાઠ ભણે, તે ભણીને આભરણુ તથા રોકડ નાણું ડબલ ચઢાવે. ૧૧ પછી કાલ, અકાલ, કુંદ, મચકુંદ એવા સુગંધિત પુષ્પોનું ગૃહ બનાવી છાજલી, ગાખ, કારણી, પ્રમુખની રચના કરી, હાથમાં લેઈ મુખથકી અગિયારમી પૂજાને પાઠ ભણે, તે ભણીને ફૂલધર ચઢાવે. ફૂલની ચંદનમાળા, ફૂલના ચદ્રા, પૂંઠીયાં પ્રમુખ મધે, ૧૨ પછી પંચવી સુગંધિત પુષ્પ લેઇ, ફૂલના મેઘ વરસાવતા બારમી પૂજાને પાડ ભણે, તે ભણીને પુષ્પ ઉછાળે. ૧૩ પછી અખંડ ફૂલને રંગી, પચવણી કરી, એક થાળમાં દૃણુ, ભદ્રાસન, નંદાવર્ત્ત, શરાવસંપુટ, કુંભ, મત્સ્યયુગ્મ, શ્રીવત્સ, વમાન અને સ્વસ્તિક, એ અષ્ટ માંગલિક રચી, તે થાળ હાથમાં લઈ પ્રભુજીની આગળ ઊભેા રહી તેરમી પૂજાને પાડ ભણે, તે ભણીને રૂપાનાણે સંયુક્ત તે થાળ પ્રભુજી આગળ ધરે. ૧૪ પછી કૃષ્ણાગરૂ, કુદ', સેલારસ, સુગધવી, ઘનસાર, ચંદન, કસ્તુરી, અંબર ઈત્યાદિક વસ્તુનુ ધૂપધાણું રકેબીમાં ધરી મુખથકી ચૌદમી પૂજાના પાડ ભણે. તે ભણીને ધૂપાણું ઉખવે. ૧૫ પછી સુંદર સ્વરૂપવાન એવાં કુમાર કુમારીકાએ મધુર સ્વરે પ્રભુજીની આગળ ઊભાં થકાં ગીત ગાન કરે, અને મુખ થકી પંદરમી પૂજાને પાઠ ભણે, તે ભણીને પંદરમી પૂજા કરે. ૧૬ પછી પંચેન્દ્રિયે પરિપૂર્ણ એવાં સુંદર કુમાર અને કુમારીકા અથવા સમાન અવસ્થાવાળી સધવા સ્ત્રીએ ાથવા એકલી કુમારીકાએ સુંદર વસ્ત્ર આભૂષણ પહેરી, પ્રભુની સન્મુખ ઊભી રહી શકા કાંક્ષારહિત નાટક કરે, કદાપિ સ્ત્રીઓના યેગ ન બને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy