________________
શ્રીપાળ રાજાને રાસ. આજ કિયું ઈમ એકલી, એ કુણુ પુરુષ રતન્ન રે;? ધુરિથી વાત સવિ કહી, મયણ સ્થિર કરી મન્ન રે. ૨૦ ૬ મનમાંહે નથી આવતું, અવર કિશું દુ:ખ પૂજ્ય રે, પણ જિનશાસન હેલના, સાલે લોક અબુઝ રે. ૨૦ ૭ ગુરૂ કહે દુ:ખ ન આણજે, ઓછું અંશ ન ભાવે રે; ચિંતામણી તુજ કર ચો, ઘર્મ તણે પરભાવે રે. ૨૦ ૮ વડવખતી વર એહ છે, હશે રાયા રાય રે;
શાસન સહ વધારશે, જગ નમશે જસ પાય રે. ૨૦ ૯ અર્થ –આ પ્રમાણે ગુરૂએ દેશના દઈ ભાવિકજનોનો ઉપકાર કર્યો. તે પછી ગુરૂએ મયણાસુંદરી તરફ ધ્યાન દઈને જોતાં તેને ઓળખી એટલે તુરત બોલાવી કે-“હે રાજકુમારી તું ઘણું પરિવાર ને ઠાઠ સહિત અમને અર્થ સંબંધી વિચાર પૂછવાને માટે ઉપાશ્રયમાં આવતી હતી; છતાં આજે આમ એકલી કેમ છે ? અને આ સાથે નરરત્ન કેણુ છે?” ગુરૂનું આ પ્રમાણે બોલવું થતાં મયણાસુંદરીએ મનને કાબુમાં રાખી અથથી ઇતિ સુધીની વાત કહી બતાવી. તથા વિશેષમાં તેણીએ કહ્યું-“હે પૂજ્યજી ! આ બધું થયું તે સંબંધી તે મને મારા મનમાં કશું ઓછું આવતું નથી, પરંતુ એ ઓછું આવે છે કે–અબુઝ લોકો જૈનશાસનની નિંદા શાશ્કરી કરે છે, તે મને હૃદયમાં બહુ જ ખટકે છે.” ગુરૂએ કહ્યું “હાલ થોડા વખત એવા લેકે ભલે નિંદા કરે, તે પણ લગારે મનમાં દુઃખ કે એાછું લાવીશ નહીં; કેમકે ધર્મના પ્રભાવથી તારા હાથમાં આ નરરત્ન ખાસ ચિંતામણી આવેલ છે એમ માની લે ! આ નરરત્ન બુલંદબત-ઘણોજ ભાગ્યવંત છે–એટલું જ નહીં પણ રાજાઓને પણ રાજા થશે, તથા જૈનશાસનની શોભા વધારશે, અને આખું જગત એના પગે પડશે, માટે જરાએ દુખ તથા ઓછું લાવીશ નહીં.” – –
મયણું ગુરૂને વિનવે, દેઈ આગમ ઉપયોગ રે; કરી ઉપાય નિવારિયે, તુમ શ્રાવક તનુ રોગ રે. ૨૦ ૧૦ સૂરિ કહે એ સાધુને, ઉત્તમ નહિ આચાર રે; યંત્ર જડી મણિ મંત્ર જે, ઐષધ ને ઉપચાર રે. ૨૦ ૧૧ પણ એ સુપુરુષ એહથી, થાશે ધર્મ ઉદ્યોત રે; તેણે એક યંત્ર પ્રકાશશું, જસ જગ જાગતિ જ્યોત રે. ચેટ ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org