________________
પંડિત દેવચંદ્રજી કૃત સ્નાત્ર પૂજા કેડિ બત્રીસે સેવન ઉવારી, વાજતે વરનાદે, સુરપતિ સંઘ અમર શ્રી પ્રભુને, જનનીને સુપ્રસાદે આણી થાપી એમ પયંપ, અમે નિસ્તરિયા આજ, પુત્ર તમારે ધણી છે હમાર, તારણ તરણે જહાજ. માત જતન કરી રાખજે એહને, તુમ સુત અમ આધાર, સુરપતિ ભગતિ સહિત નંદીસર, કરે જિન ભક્તિ ઉદાર; નિય નિય ક૫ ગયા સવિ નિર્જર, કહેતા પ્રભુ ગુણ સાર, દીક્ષા કેવળ જ્ઞાન કલ્યાણક, ઈચ્છા ચિત્ત મઝાર. ૬ ખરતરગચ્છ જિન આણ રંગી, રાજસાગર વિઝાય; જ્ઞાનધર્મ દીપચંદ સુપાઠક, સુગુરૂ તણે સુપસાય; દેવચંદ્ર જિન ભકત ગાયે, જન્મ મહોત્સવ છંદ, બાધબીજ અંકુરે ઉલશ્કે, સંઘ સકળ આનંદ. ૭
કળશ (રાગ વેળાવલ) એમ પૂજા ભગતે કરે, આતમ હિત કાજ; તજિય વિભાવ નિજ ભાવમે, રમતા શિવ રાજ. એમ. ૧ કાળ અનંતે જે હુઆ, હશે જેહ જિસુંદ; સંપય સીમંધર પ્રભુ, કેવળ નાણુ નિણંદ. જન્મ મહોચ્છવ એણે પરે, શ્રાવક રૂચિરંત; વિરચે જિન પ્રતિમા તણે, અનુમોદન ખંત. એમ. ૩ દેવચંદ્ર જિન પૂજના, કરતા ભવ પાર; જિન પડિમા જિન સારખી, કહી સૂત્ર મોઝાર. એમ. ૪
ઈતિ પંડિત શ્રી દેવચંદ્રજી કૃત સ્નાત્ર પૂજા સમાપ્ત. અહીં કળશાભિષેક કરીએ. પછી દૂધ, દહીં, વ્રત, જળ અને શર્કરા એ પંચામૃત પખાલ કરીને પછી પૂજા કરીએ ફૂલ ચઢાવીએ. પછી લૂણ ઉતારી આરતી ઉતારવી. પછી પ્રતિમાજીને આડે પડદો રાખી સ્નાત્રીઆઓએ પિતાના નવ અંગે (કંકુ-કેસરના) ચાંદલા કરવા. પછી પડદે કાઢી નાખી મંગળ દી ઉતારે.
અથ લણુ ઉતારણું. લૂણ ઉતારે જિનવર અંગે, નિર્મળ જળ ધાર મન રંગે. લૂણું. ૧ જિમ મિ તડ તડ લૂણ જ કુટે, તિમ તિસ અશુભ કર્મ બંધ ત્રટે. લૂણ૦ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org