________________
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ.
અતિ રાગ પ્રશસ્ત પ્રભાવતા, મન ભાવના એહવી ભાવતા; સવિ જીવ કરૂં શાસન રસી, ઈસી ભાવ દયા મન ઉદ્ઘસી. લહી પરિણામ એહવું ભલું, નિપજાવી જિન પદ નિર્મલું; આય બંધ વિચે એક ભવ કરી, શ્રદ્ધા સંગ તે થિર ધરી. ૩ ત્યાંથી ચવિય લહે નર ભવ ઉદાર, ભરતે તેમ ઐરાવતે જ સાર; મહાવિદેહે વિજયે વર પ્રધાન, મધ્યખંડે અવતરે જિન નિધાન. ૪
સુપનાની ઢાળ ત્રીજી.
વસ્તુ દ. પુણે સુપન દેખે, મનમાંહે હર્ષ વિશે; ગજવર ઉજજવળ સુંદર, નિર્મળ વૃષભ મનહર. નિર્ભય કેશરી સિંહ, લમી અતિથી અબીહ; અનુપમ ફુલની માળ, નિર્મળ શશી સુકુમાર. તેજે તરણું અતિ દીપે, ઈદ્ર ધ્વજા જગ ઝીપે; પૂરણ કળશ પંડૂર, પદ્મ સરવર પૂર. અગ્યારમે રયણાયર, દેખે માતાજી ગુણ સાયર; બારમે ભુવન વિમાન, તેરમે અનુપમ રત્ન નિધાન. અગ્નિ શિખા નિધૂમ, દેખે માતાજી અનુપમ હરખી રાયને ભાસે, રાજા અરથ પ્રકાશે. જગપતિ જિનવર સુખકર, હોશે પુત્ર મનહર; ઈંદ્રાદિક જસુ નમશે, સકળ મનોરથ ફળશે.
વસ્તુ છંદ. પુણ્ય ઉદય પુણ્ય ઉદય ઉપના જિનનાહ, માતા તવ રણ સમે, દેખી સુપન હરખંતી જાગીય, સુપન કહી નિજ મંતને, સુપન અરથ સાંભળો સોભાગીય, ત્રિભુવન તિલક મહા ગુણ, હશે પુત્ર નિધાન, ઈંદ્રાદિ જસુ પાય નમી, કરશે સિદ્ધિ વિધાન.
ઢાળ ચોથી.
ચંદ્રાવળાની દેશીમાં. સોહમપતિ આસન કંપી એ, દેઈ અવધિ મન આણંદીયે એ; નિજ આતમ નિર્મળ કરણુકાજ, ભવજળ તારણ પ્રગટ જહાજ, ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org