SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. પ. શ્રીસાધુપદ-સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યકૂચારિત્રરૂપ મેક્ષ માર્ગનું સાધન કરે તે સાધુ કહેવાય છે. મુનિ, ઋષિ, તપસ્વી, અણગાર, સર્વવિરતિ એ બધા સાધુ શબ્દના પર્યાયવાચક નામ છે. પંચ મહાવ્રતોનું પાલન તથા છઠ્ઠા વિભાજનને ત્યાગ, એ મુનિના મહાવ્રત છે. સાધુના સત્તાવીશ ગુણો તથા ચરણસિત્તરિ અને કરણસિત્તરિના ગુણ પ્રાપ્ત કરવાને તેઓ સદા ઉદ્યમવન્ત હોય છે. ફકત ચારિત્રારાધન માટે બેંતાલીશ દેષ રહિત આહાર ગ્રહણ કરનાર છે, એવા જિનાજ્ઞાપાલક સાધુ મહારાજની ભક્તિ કરવાથી એ પદનું આરાધન થઈ શકે છે. દ. શ્રદર્શનપદ–શ્રીસર્વજ્ઞકથિત જીવાજીવાદિ નવ તનું તથા શુદ્ધદેવ, ગુરુ અને ધર્મ ત્રણ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યક્ત્વ ૧. અઢાર દૂષણથી રહિત વીતરાગ પરમાત્માને દેવ તરીકે–૨. પંચ મહાવતે ધારણ કરનાર, કંચન કામિનીના ત્યાગી અને શ્રીજિનાજ્ઞાનુસાર સંયમ માર્ગમાં યથાશકિત વીર્ય ફેરવનારને ગુરુ તરીકે તથા, ૩. શ્રીવીતરાગ કથિત દયામય ધર્મને ધર્મ તરીકે-માની, સમતિના સડસડ ભેદનું સ્વરૂપ સમજી, મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યક્ત્વ અંગિકાર કરવું તથા તેનું શુદ્ધ રીતે પાલન કરવું, ઇત્યાદિથી આ પદનું આરાધન થઈ શકે છે. સમ્યકત્વ સહિત ત્રત અને અનુષ્ઠાન આત્માને હિતકર્તા થાય છે. આ પદ મિક્ષપદ પ્રાપ્તિમાં બીજરૂપ છે, એટલું જ નહિ પરંતુ સમ્યકત્વ પ્રાપ્ત કરનારને સંસારભ્રમણ—કાળ મર્યાદિત થઈ જાય છે, એટલે કે વધારેમાં વધારે અર્ધ પુગલ પરાવર્તન કાળમાં તે ચોક્કસ મોક્ષ પ્રાપ્ત કરે છે. ૭. શ્રી જ્ઞાનપદ–સર્વજ્ઞપ્રણીત આગમમાં વર્ણવેલાં તત્ત્વોનો જે શુદ્ધ અવધ, તે સમ્યજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાનની પ્રાપ્તિ માટે ભવ્યજને એ જ્ઞાનાચારના નિરતિચારપણે પાલનપૂર્વક જ્ઞાન ભણવું, ભણાવવું, જ્ઞાન લખાવવું, જ્ઞાનની પૂજા કરવી. એકંદર જેથી જ્ઞાનાવરણીયકર્મ નાશ પામે, એવી કોઈ પણ ગ્ય પ્રવૃત્તિ કરવી. સાન અને જ્ઞાનીની ભક્તિ કરવી. ઈત્યાદિથી એ પદનું આરાધન થઈ શકે છે. ૮. શ્રીચારિવપદ–ચારિત્ર સમ્યગૃજ્ઞાનનું ફળ છે. સંસારરૂપી ભયંકર સમુદ્રને નિર્વિદને તરી જવાને ચારિત્ર એ પ્રવહણ-વહાણ સમાન છે, જેના પ્રભાવથી રંક છે પણ દ્વાદશાંગીરૂપ શ્રત ભણીને સમૃદ્ધિવાન બને છે. પાપી જીવોને પણ નિષ્પાપ થવાનું પ્રબળ સાધન છે. છ ખંડની બદ્ધિના ભકતા ચકવર્તિઓ પણ જેને અંગિકાર કરે છે; તેવા આઠ કર્મને નિર્મૂળ કરવાને અત્યન્ત સમર્થ ચારિત્રપદની આરાધના તેના શુદ્ધ પાલન-આસેવનથી થઈ શકે છે. ગૃહસ્થ દેશવિરતિ ચારિત્રની આરાધના કરી શકે છે, બાર માસના ચારિત્રપર્યાયવાળા સાધુ અનુત્તર વિમાનવાસી દેનાં સુખથી પણ અધિક સુખ વેદી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy