SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રીપાળ રાજાનો રાસ. મયણાં તસ વયણાં સુણી રે લો, હિયડે દુઃખ ન માય રે વાલેસર; ઢળક ઢળક આંસુ પડે રે લો, વિનવે પ્રણમી પાય રે વાલેસર. વચન વિચારી ઉચ્ચરો રે લો, તુમે છો ચતુરસુજાણ રે વાલેસર. ૧૦ ૫ એહ વચન કેમ બેલિયે રે લો, એણે વચને જીવ જાય રે વાલેસર; જીવજીવન તુમે વાલા રે લો, અવર ના નામ ખમાય રે વાલેસર. વ. ૬ પશ્ચિમ રવિ નવિ ઊગમે રે લો, જલધિ ન લોપે સીમ રે વાલેસર; સતી અવર છે નહીં રે લો, જાં જીવે તો સીમ રે વાલેસર. ૧૦૭ અર્થ –ઉપર પ્રમાણે ઉબર રાણાના વચન સાંભળતાં જ મયણાસુંદરીના હૃદયમાં દુઃખ ન સમાયું, એથી હૃદય પીગળી ઉભરાઈ આંસુ ટપક ટપક વહેવા લાગ્યું અને આ અવસ્થા થતાં તેણીએ વિનય સહિત પોતાના પતિના ચરણમાં પગે લાગી વિનવ્યું કે“હે વ્હાલેશ્વર ! હવે ઘણી ઘણીઆનો આપણે સંબંધ છે; માટે આપ વચન વિચારીને બોલો. હવે તે આપ મારા જીવના પણ જીવન છે–એટલે કે હવે જે આપને વિયોગ થાય તે હું જીવી જ શકે નહીં, તે પછી હવે બીજે વર વરવાનું કહે છે, તે હું શી રીતે સહન કરી શકું? હે બહાલેશ્વર ! જરા ખ્યાલ કરો કે-કઈ વખતે પણ સૂર્ય પૂર્વ દિશાને છેડી પશ્ચિમમાં ઊગનાર નથી ! તેમ સમુદ્ર પિતાની માઝા-મર્યાદા કઈ વખતે પણ મૂકતા નથી અને મૂકનાર પણ નથી. તેમ સતી સ્ત્રી પણ પંચની સાક્ષિ હાથ ઝાલેલા પતિના સિવાય બીજા નર હોય, તો પણ જીવ જતાં લગી મનમાં તેવાની કદિ પણ ઈછા ન કરે.” ઉદયાચલ ઉપર ચઢયો રે લો, માનુ રવિ પરભાત રે; વાવ મયણ મુખ જેવા ભણી રે લો, શીલ અચલ અવદાત રે વાલેસર. ૧૦ ૮ ચક્રવાક દુ:ખ ચરતો રે લો, કર કમલ વિકાસ રે; વાવ જગલોચન જબ ઉગિયો રે લો, પસ પહવી પ્રકાશ રે વાલેસર. ૧૦ ૯ અર્થ -કવિ કહે છે કે-“આવી અચળ અને ઉજવળ શીલવાળી મયણાસુંદરી છે એવી સૂર્યને પ્રતીતિ મળતાં તે જાણે તેનું મોં જોવા માટે જ ઉદયાચળ (પર્વત) ઉપર પ્રભાત વખતે ચઢો ન હોય ! એવું મને તે ભાસે છે.” પ્રભાત થયું, ચકવા ચકવીના વિયેગ દુઃખ દૂર કરો અને સૂર્યવિકારી કમળ વનને વિકલ્પર કરે જગતજીની આંખો સરખો સૂર્ય ઊગ્યો, એથી પૃથિવી ઉપર અજવાળું ફેલાયું. –૫-૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy