SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ૧૨ શ્રીપાળ રાજાનો રાસ. વિદ્યા વિનય વિવેક વિચક્ષણ, લક્ષણ લક્ષિત દેહાજી; સેભાગી ગીતારથ સાથ, સંગત સખર સનેહાજી. સંવત સતર અડત્રીસ વર્ષે, રહી રાંદેર ચોમાસુંજી; સંઘ તણા આગ્રહથી માંડયો, રાસ અધિક ઉલ્લાસેજી. સાર્દુ સપ્ત શત ગાથા વિરચી, પહેતા તે સુરલોકેજી; તેના ગુણ ગાવે છે ગોરી, મિલિ મિલિ કે થોકેજી. તાસ વિશ્વાસ ભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કરાયા; શ્રીનવિજય વિબુધ પય સેવક, સુજસવિજય ઉવઝાયા. ભાગ થાકતો પૂરણ કીધો, તાસ વચન સંકેતેજી; તેણે વલિ સમકિત દષ્ટિ જે નર, તેહ તણે હિત હેતેજી. જે ભાવે એ ભણશે ગુણશે, તસ ઘર મંગલમાલા; બંધુર સિંધુર સુંદર મંદિર, મણિમય ઝાકઝમાલાજી. દેહ સબલ સસનેહ પરિચ્છદ, રંગ અભંગ રસાલાજી; અનુક્રમે તેહ મહોદય પદવી, લહેશે જ્ઞાન વિશાલાજી. ૧૪ અર્થ –(હવે કવિ પિતાની પ્રશસ્તિ કહે છે.) તપગચ્છરૂપ નંદનવનની અંદર કલ્પવૃક્ષ જેવા શ્રીહીરવિજય ગુરુરાજ પ્રગટ થયા, જેમણે મુગલવંશભૂષણ અકબરશાહને જૈનધર્મને પ્રશંસનીય તત્વજ્ઞાનનો ઉપદેશ આપી, અહિંસા ધર્મ (જીવદયા મૂળધર્મ)ને અમલમાં અણાવ્યો. તે હીરવિજયસૂરિ તો શ્રીજિનશાસનરૂપ મુદ્રામાં જાતિવંત હીરા સમાન હતા, કે જેણે જૈનધર્મની ઘણી જ પ્રભાવના કરી. તે વખતે શ્રીહેમસૂરિ તે શ્રીજિનશાસનરૂપ વીટીમાં હેમ સરખા હતા. શ્રીહીરવિજયસૂરિના પાટરૂપ ઉદયાચલ–પર્વતને વિષે સૂર્યતુલ્ય પ્રતાપવંત એવા કે જેમની કીર્તિ ગંગાજળની પેઠે નિર્મળ સર્વ જગતમાં વ્યાપી રહી હતી. વળી જેમણે અકબરશાહની સભા મધ્યે વાદ કરીને સર્વ અન્ય દર્શનનું તત્ત્વજ્ઞાન અપૂર્ણ અને અસત્ય સિદ્ધ કરી, જૈન દર્શનની સ્થિરતા સ્થાપન કરી બતાવી. જેથી અકબરશાહે બહુ જ સન્માન સહિત જગત ગુરુની પદવી કરતાં સવાઈ પદવી આપી એવા શ્રીવિજયસેનસૂરિ થયા. વળી તેમની પાટે બહુ ગુણવંત એવા શ્રીવિજયદેવસૂરિ થયા. જેમનું નામ દશ દિશાઓને વિષે પ્રખ્યાત છે તથા જે મહિમાએ કરી મોટા થયા. તેમના પટ્ટધારી શ્રી વિજયપ્રભસૂરિ થયા જે પંડિત અને પ્રતાપી હતા. તે સૂરીશ્વરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy