SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ બંડ એ. ૨૭૩ રાજ્યમાં આ સુંદર રાસની રચના કરી. તે શ્રીહીરસૂરિજી મહારાજના મુખ્ય શિષ્ય ઉપાધ્યાયજી શ્રીકર્નિવિજ્યજી થયા, જેમની બહુ જ સુકીર્તિ વિસ્તરેલી હતી; તે ઉપાધ્યાય જીની આજ્ઞાનુયાયી પ્રધાન શિષ્ય ઉપાધ્યાયજી શ્રીવિનયવિજયજી થયા કે જે સગુણ તથા વિદ્યા, વિનય ને વિવેક વિચક્ષણ, ઉત્તમ લક્ષણવંત શરીરવાળા, સૌભાગ્યવંત, ગીતાર્થપણાને સાર્થક કરનારા, વળી જે ની સંગત સારી હતી અને રૂડા નેહવાળા હતા. તે વિનયવિજયજી ઉપાધ્યાયજીએ સંવત ૧૨૩૮ ની સાલમાં રાંદેર શહેરમાં ચોમાસું રહી સંઘના આગ્રહથી અધિક ઉલ્લાસ સહિત આ શ્રીપાળરાજાના રાસની શરૂઆત કરી; પરંતુ સાડા સાતસે ગાથાઓ રચાયા બાદ તેઓ સ્વર્ગમાં ગયા; જેમના ગુણે સ્ત્રીઓ કે કે મળીને ગાય છે. તેઓશ્રીના વિશ્વાસભાજન, વળી. સંપૂર્ણ પ્રેમવંતનું પવિત્ર બિરૂદ ધરાવનારા એવા શ્રીનવિજયજી પંડિતના પદકમળના સેવક સારા યશવાળા શ્રીયશોવિજયજી ઉપાધ્યાયજી થયા, તેમણે શ્રીવિનયવિજયજી ઉપાધ્યાયના (સંકેત પ્રમાણે) બાકીને આ રાસ પૂર્ણ કરવાનું કહેલ હતું તેથી તેમ જ વળી સમકિતદષ્ટિ નરના હિતને કારણે આ રાસનો બાકીને ભાગ પૂર્ણ કર્યો. આ રાસને જે ભાવ સહિત ભણશે.. ગણશે તેના ઘરમાં શ્રીસિદ્ધચક્ર ભગવાનના અધિષ્ઠાયક દેવની કૃપાથી માંગળિકની માળા થશે. તેમ જ મોટા હાથીઓ તેઓના આંગણામાં ઝુલશે, સુંદર મદિર-મહેલે તથા મણિરત્ન જડાવનાં મુકુટ કુંડળ વગેરે આભૂષણ, નિરોગી શરીર, પ્રેમાળ પરિવાર, તથા અખંડ આનંદ પ્રાપ્ત કરી અંતે મહદય ( વિશાળ જ્ઞાનલક્ષમી) પૂણ મોક્ષ પદવીને પામશે. –૧ થી ૧૪ ઇતિ શ્રીવિનયવિજયગણિ વિરચિતે શ્રીશ્રીપાળચરિત્રે પ્રાકૃત પ્રબંધે તન્મ ઉપાધ્યાયશ્રી યશોવિજયગણિ પૂરિત ચતુર્થ: ખંડ : સંપૂર્ણ આ ખંડ ચારમાં સર્વ મળી એક્તાલીશ ઢાળ છે. ઈતિ શ્રીશ્રીપાળચરિત્રના રાસની અંદર શ્રીપાલકુમાર અને અજિતસેન વચ્ચે થએલું યુદ્ધ, ત્યારબાદ અજિતસેન રાજાએ અંગિકાર કરેલી જેનદિક્ષા, શ્રીપાલરાજાએ તેમના સદ્ગુણેની કરેલી સ્તુતિ, અજિતસેન રાજર્ષિનો સદુપદેશ તથા કર્મવિપાકનું સ્વરૂપ, પરમાત્મા પ્રત્યે શ્રીપાલરાજાની અનન્ય શ્રદ્ધા ઉજમણું મહોત્સવ, સિદ્ધચકચ્છની ગુણસ્તવના અને અંતમાં વર્ગગમન વગેરે વગેરે વર્ણન સહિત ચા ખંડ પૂર્ણ થયે.. શ્રીરતુ !! કલ્યાણમ ! ! ! કGE શ્રી શ્રીપાળ રાજાના રાસ સમાપ્ત 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy