________________
ખંડ ચોથે.
૨૭
અનુભવના ગુણ પિતાના અંગમાં દાખલ થયા ત્યારે પિતાનું અનાદિ કાળનું ભવપરંપરા કરવારૂપ નઠારૂં કર્મ હતું તે દૂર ટળી ગયું, તેથી મારા સાહેબે સુનજર કરી સામું જોયું ત્યાં પછી અન્ય કેણ સામે થઈ શકે કે વિરોધી બની શકે ? કદાચ કોઈ કલ્પના કરશે કે આ કથન કવિએ આપ વખાણરૂપ ગર્વભર્યા કહ્યાં છે, તે તેના સમાધાન માટે કહી શકાય છે કે પિતાની કોઈ વાત જગતજનોથી છુપાવી રાખવી એમાં પણ હું દંભીપણું માનું છું. થોડુ પણ કપટ કરવાથી પીઠ અને મહાપીઠ મહા દુઃખ પામ્યા. ધમ મનુષ્ય અનુભવવંત પ્રાણી હોય તે ધર્મમાં પણ કપટ ન રાખે અને જે દંભ રાખે તે મૂર્ખ જાણો. એ માટે થોડો પણ દંભ-કપટ રાખ્યા વગર જે મેં જાણ્યું અનુભવ્યું છે, તે પરોપકાર નિમિત્તે જાહેર કરી દઉં છું. અનુભવવંતની તો રચના કપટ વગરની જ હેવી જોઈએ, એથી જ મેં કપટરહિત રસયુક્ત સુકંઠસહ આ રચના ગાએલ છે-કરેલ છે. તે અમૃતધારારૂપ ચરિત્રામૃતરસને હે શ્રોતાજનો ! પી પીને પૂર્ણ તૃપ્ત થાઓ ! –૯ થી ૧૬
કલશ–રાગ ધનાથી તપગચ્છનંદન સુરત પ્રગટયા, હીરવિજય ગુરુરાયા; અકબરશાહે જસ ઉપદેશે, પડહ અમારી વજાયા. હેમસૂરી જિનશાસન મુદ્રા, હેમસમાન કહાયાજી; જા હીરો જે પ્રભુ હોતાં, શાસન સોહ ચઢાયાછે. તાસ પટે પૂર્વાચલ ઉદયા, દિનકર તુલ્ય પ્રતાપીજી; ગંગાજલ નિર્મળ જસ કીરતિ, સઘલે જગમાંહિ વ્યાપીજી. શાહ સભામહે વાદ કરીને, જિનમત થિરતા થાપીજી; બહુ આદર જસ શાહે દીધો, બિરૂદ સવાઈ આપીજી. શ્રીવિજ્યસેનસૂરી તસ પટધર, ઉદયા બહુ ગુણવંતા; જાસ નામ દશ દિશિ છે ચાવું, જે મહિમાયે મહંતાજી. શ્રીવિજયપ્રભ તસ પટધારી, સૂરિ પ્રતાપે છાજે; . એહ રાસની રચના કીધી, સુંદર તેહને રાજેજી. સૂરી હીરગુરુની બહુ કીરતી, કીર્તિવિજય ઉવઝાયા; શિષ્ય તાસ શ્રીવિનયવિજય વર, વાચક સુગુણ સહાયાજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org