SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ શ્રીપાળ રાજાનો રાસ. મેરૂ ધીરતા સવિ હર લીની, રહ્યો તે કેવલ ભાંઠો; હરિ સુરઘટ સુરતરૂકી શોભા, તે તો માટી કાઠે રે. મુ૦ ૧૨ હરવ્યો અનુભવ જોર હતો જે, હમલ્લ જગ લૂઠો; પરિ પરિ તેહના મર્મ દેખાવી, ભારે કીધો ભૂઠો રે, મુ. ૧૩ અનુભવ ગુણ આવ્યો નિજ અંગે, મિટ રૂપ નિજ માઠો; સાહિબ સન્મુખ સુનજરે જોતાં, કોણ થાયે ઉપરાંઠો રે. મુળ ૧૪ થડે પણ દંભે દુ:ખ પામ્યા, પીઠ અને મહાપીઠો; અનુભવવત તે દંભ ન રાખે, દંભ ધરે તે ધીઠો રે. મુ૧૫ અનુભવવંત અદંભની રચના, ગાયો સરસ સુકઠો, ભાવ સુધારસ ઘટ ઘટ પીયે, હુઓ પૂરણ આકંઠો રે. મુળ ૧૬ અર્થ –કેમકે અનુભવ વગર પિતાના ધર્મની ચર્ચા અને પરમતની ખંડના રૂપ વિવાદની અંદર પણ વિતંડાવાદ-વ્યર્થ લવારો–પ્રમાણ વગરનું કથન કરવાથી પરાજય પામે છેસભામાં નીચું જોવાપણું થાય છે. એટલું જ નહીં પણ જે બહુ ભણેલ હોય; ઘણા લોકોને માન્ય હોય અને ઘણા શ્રેષ્ઠ શિનો સ્વામી થઈ બેઠે હોય; તથાપિ અનુભવરસ વગરન હોય તો તે જૈનનશાસનને શત્રુ જ ગણવા લાયક છે; કારણ અનુભવ વગર જે કરે તે લાભકારી નહીં પણ હાનિકારી જ નીવડે છે. તે અનુભવે શ્રીગુરુચરણ પ્રતાપ વડે આપોઆપ મારા દિલમાં નિવાસ કર્યો, જેથી સર્વ પ્રકારની ગુપ્ત જ્ઞાનની અદ્ધિસિદ્ધિ પ્રકટ થઈ અને આત્મરતિ શાતામય થઈને હું બેઠે, તેના લીધે મારા મનમંદિરમાં સમકિત સૂર્યને જળહળતો પ્રકાશ ઉદય પામે. જેથી ભ્રમ-શંકારૂપ અંધકારને નાશ થયો. દુષ્ટ નયરૂપ તારાઓનું તેજ પણ નષ્ટ થઈ ગયું કેમકે અનુભવજ્ઞાનીએ મેરૂની ધીરતા હરી લીધી. મતલબ કે અનુભવજ્ઞાનીનું ચિત્ત મેરૂ કરતાં પણ વિશેષ અચળ હોય છે, જેથી મેરની ધીરતા તુચ્છ થઈ પડતાં તે મેરૂ કેવળ પથ્થર સમાન થઈ પડ્યો. તેમ જ કામકુંભ અને અને કલ્પવૃક્ષની અચિંત્ય શક્તિને પણ હરી લીધી, જેથી તે કામકુંભ તદ્દન માટીના કુંભ જે અને કલ્પવૃક્ષ કેવળ લાકડા સમાન થઈ રહ્યો. એ અનુભવ જ્ઞાનબળથી મેહરૂપી મહાન પરાકની મલ્લનું પણ જોર ભાંગી પડયું અને તેનાં વારંવાર છિદ્ર ઉઘાડી તેને ભૂંઠે પાડી દીધો. જેથી ફરી નજીકમાં પણ ન આવી શકે એવો બનાવ્યા. એ સઘળા પ્રતાપ ગુરુપ્રસાદથી પ્રાપ્ત થએલા અનુભવને જ છે. એ અનુભવ આત્મા સાથે લીન થએલ હોવાથી કોઈને હઠાવ્યો હડી શકતા નથી. જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy