SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ શ્રીપાળ રાજાને રાસ. મુ ૩ ઉદકપયામૃત કલ્પજ્ઞાન તિહાં, ત્રીજે અનુભવ મીઠા; તે વિષ્ણુ સકલ તૃષા કિમ ભાંજે, અનુભવ પ્રેમ ગરીઠા રે. પ્રેમતણી પ૨ે શીખા સાથેા, જોઈ સેલડી સાંઠા; જિહાં ગાંઠ તિહાં રસ નત્રિ દીસે, જિહાં રસ તિહાં નવિ ગાંઠે રે. મુ॰ ૪ જિનહી પાયા તિનહી છિપાયા, એ પણ એક છે ચીઠા; અનુભવ મેરૂ છિપે કિમ મહેાટા, તે તેા રાધલે દીઠા રે. પૂરવ લિખિત લિખે સિવ લેઇ, મસી કાગલને કાંઠા; ભાવ અપૂવ કહે તે પ ંડિત, બહુ બેાલે તે ખાંઠા રે. અવયવ સર્વિસુંદર હાય દેહે, નાકે દીસે ચાઠા; ગ્રંથ જ્ઞાન અનુભવ વિષ્ણુ તેહવું, શુષ્ક જિયા શુક પાઠો રે. સંશય નિવ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો; વાદવિવાદ અનિશ્ચિત કરતા, અનુભવ વિષ્ણુ જાય હેઠો રે. Jain Education International મુ પ For Private & Personal Use Only મુ મુ ૮ અઃ—મને સકળ જગતના પતિ શ્રીજિનેશ્વરદેવ ખચિત તુષ્ટમાન થયા છે એમ માનું છું; કેમકે શુભ કાર્યની પૂર્ણાહુતિ થવી એ પ્રભુની પ્રસન્નતાનું જ કારણ છે. એથી જ આ શ્રીપાલરાજાના રાસની રચનામાં જ્ઞાનરૂપી અમૃતનેા વર્ષાદ વસ્યા છે. જેમ ખીરની અંદર ગૌતમસ્વામીને અંગૂઠે ખીરની વૃદ્ધિનું જ કારણે થઈ રહેલ હતા–તે ખીરને વધારનાર કારણ રૂપ ગૌતમસ્વામીજીના અગૂઠો જ લબ્ધિરૂપ હતા, તેમ જ્ઞાનની અંદર જ્ઞાનવૃદ્ધિનું કારણ અનુભવ ાન જ છે; તે અનુભવજ્ઞાન વગર સર્વ જ્ઞાન મિથ્યા જ સમજવું માટે અનુભવજ્ઞાન હમેશાં મેઢુ છે. જ્ઞાન ત્રણ પ્રકારનાં છે એટલે કે પહેલું ઉદકકલ્પજ્ઞાન છે તેના અનુભવ વડે જેમ પાણી પીવાથી તરસ છીપે; પણ ઘેાડી વાર પછી પાછી તરસ લાગે છે, તેમ વ્યાકરણ–શબ્દ-કાવ્ય શાસ્ત્ર વગેરે લૌકિક-પ્રાકૃત-ચરિત્રાનુવાદ–કથાનક-ચાપાઈ-રાસ-ભાષા આદિ શાસ્ત્રો તે ઉદકકલ્પ કહેવાય છે. તે ગ્રંથો ભણે વાંચે ત્યાં લગી જ રસ પડે; પરંતુ તે પછી કર્યો! રસ પ્રાપ્ત થતા નથી. ખીજું પયકલ્પજ્ઞાન છે. તેના અનુભવ વડે, જેમ દૂધ પીવાથી ઘેાડા વખત ભૂખ ને તરસ અને શાંત થાય, તથાપિ થોડો સમય વીત્યા બાદ ફરી ભૂખતરસ લાગે, તેમ આગમ-સૂત્ર-સિદ્ધાંતના ઉપયોગ રહિતનું જ્ઞાન પણ ઘેાડા વખત શાંતિ આપે છે. ત્રીજી અમૃતકલ્પજ્ઞાન છે, તે શ્રદ્ધાપૂર્વક આગમ જ્ઞાન ભેદભાવ ધરીને ઉપયાગસહિતપણે વર્તે તેના અનુભવ વડે જેમ મુ ૭ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy