SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચો. ૨૬૩ કિબહુના મગધેશ તું, ઈક પદ ભકિત પ્રભાવ; હઈશ તીર્થંકર પ્રથમ, નિશ્ચય એ મન ભાવ. અર્થ –આ પ્રમાણે તદાકાર ચિત્તથી નવપદજીનું સ્તવન કરતાં અને ધ્યાન ધ્યાતાં શ્રીપાળમહારાજા સંપૂર્ણ આયુષ્ય પૂર્ણ કરી નવમા દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ઉત્પન્ન થયા. તેમ જ મયણાસુંદરી વગેરે રાણીઓ અને માતા પણ શુભ ધ્યાનના પ્રતાપથી તે જ દેવકની અંદર પૂર્ણ આઉખે ઉત્પન્ન થયાં અને ઉત્તમ સ્વર્ગ સુખને અનુભવ લેવા લાગ્યાં. તે પછી દેવકમાંથી નરભવ, નરભવમાંથી દેવભવ એમ ચાર વખત દેવપણું અને ચાર વખત મનુષ્ય ભવ પામી અને છેલ્લા નવમા ભવે શ્રીપાળમહારાજા, માતા કમળપ્રભા અને નવે રાણીએ એ અગ્યારે ક્ષમંદિરમાં અખંડાનંદના ભક્તા થશે. એ પ્રમાણે શ્રેણિક રાજાને ગર્વ રહિત એવા ગૌતમ ગણધર મહારાજ શ્રીપાળનું ચરિત્ર કહેતા હતા એ સાંભળીને શ્રેણિક રાજા નવપદજીના મહિમામાં ઉલ્લાસવંત ભાવવાળા થઈ કહેવા લાગ્યા “અહા ! આ નવપદજીનો મહાન મહિમા છે ! ખચિત નવપદ જે છે તે સમુદ્ર તરવાને નાવ સમાન જ છે” આવા ઉદગાર સાંભળી તે શ્રેણિક રાજા પ્રત્યે ફરીને શ્રી ગૌતમ સ્વામીએ કહ્યું–“નવપદ પૈકી એક એક પદની જ ભક્તિ કરવાથી દેવપાળ વગેરે પુણ્યશાળીઓએ સ્વર્ગ સુખ, તીર્થકર ગોત્ર વગેરે પ્રાપ્ત કરેલ છે, એથી એ નવપદનો મહિમા સત્ય પ્રતિતીવંત છે. હે મગધદેશ પતિ ! નવપદજીના મહાતમ્ય સંબંધી વિશેષ શું કહુ, તમે પણ એ નવપદ પિકી એક સમતિ દર્શન પદની ફક્ત ભક્તિ કરવાના પ્રતાપથી જ આવતી વીશીમાં પદ્મનાભ નામના પહેલા તીર્થકર થશે, તે નિશ્ચયથી મનને વિષે ભાવના ભાવજે.” –૧ થી ૬ ગૌતમ વચન સુણી ઈયાં, ઉઠે મગધ નરિંદ; વધામણી આવી તદા, આવ્યા વીર જિર્ણદ. દેવે સમવરણ રચ્યું, કુસુમ વૃષ્ટિ તિહાં કીધ; અંબર ગાજે દુંદુભિ, વર અશોક સુપ્રસિદ્ધ. સિંહાસન માંડ્યું તિહાં, ચામર છત્ર દ્વલંત; દિવ્ય ધ્વનિ દિયે દેશના, પ્રભુ ભામંડલવંત. વધામણી દેઈ વાંદવા, આવ્યો શ્રેણિકરાય; વાંદી બેઠે પર્ષદા, ઉચિત થાનકે આય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy