________________
૨૬૨
શ્રીપાળ રાજાને રાસ.
ઈમ નવપદ ધુણતો તિહાં લીને, હુએ તનમય શ્રીપાલ સુજસ વિલાસે ચેાથે ખંડે, એહ અગ્યારમી ઢાલ રે. ભ૦ સિ. ૪૬
અર્થ –ત્રણ જ્ઞાનવાળા જિનેશ્વર ભગવાન તે ભવમાં (પિતાની) મુક્તિ જાણતાં છતાં કર્મનો નાશ કરવાને જે તપ આદર કરે છે તે તપ મોક્ષરૂપ વૃક્ષનું મૂળ છે. ક્ષમાપૂર્વક કરતાં નિકાચિત કર્મ પણ ક્ષય થઈ જાય છે, જેનું ઉજમણું કરતાં જિનશાસનની પ્રભાવના થાય છે, તે તપને નમસ્કાર કરો ! જેના પ્રભાવથી આમૌષધિ પ્રમુખ ઘણી લબ્ધિઓ પ્રકટે છે, આઠ મહાસિધિઓ અને નવનિધાન પ્રકટે છે, તે તપને ભાવપૂર્વક નમસ્કાર કરો. જેનું મોક્ષના સુખરૂપ ફળ છે, ઈદ્ર અને ચકવતિની સંપત્તિરૂપ ફૂલ છે, સમતારૂપ અમૂલ્ય જેનો પુષ્પ રસ છે, તે કલ્પવૃક્ષ સરખા તપને વંદન કરું છું. સર્વ મંગળામાં પ્રથમ મંગળરૂપે જેનું વર્ણન ગ્રંથોમાં થએલું છે, તે મોક્ષ માર્ગમાં સહાય રૂપ તપ પદને ત્રણે કાળમાં નમસ્કાર કરો. એ પ્રકારે નવપદની સ્તવના કરતાં શ્રીપાળ રાજા તન્મય થઈ લીન થયા, સુંદર યશના વિલાસવાળા ચોથા ખંડની આ અગિયારમી હાલ પૂર્ણ થઈ
–૪૧ થી ૪૬
દોહા-છંદ. ઈમ નવપદ થતો થકે, તે ધ્યાને શ્રીપાલ; પામ્યો પુરણ આઉખે, નવમે ક૯૫ વિશાલ. રાણી મયણા પ્રમુખ સવિ, માતા પણ શુભ ધ્યાન; આઉખે પૂરે તિહાં ઉપના, સુખ ભોગવે વિમાન. નરભવ અંતર સ્વર્ગ તે, ચાર વાર લહિ સર્વ; નવમે ભવ શિવ પામશે, મૈતમ કહે નિગર્વ, તે નિસુણી શ્રેણિક કહે, નવપદ ઉલસિત ભાવ; અહો નવપદ મહિમા વડે, એ છે ભવજલ નાવ. વલતું ગોતમ ગુરુ કહે, એક એક પદ ભત્તિ દેવપાલ પ્રમુખ સુખ લહ્યાં, નવપદ મહિમા તત્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org