________________
ખંડ ચો.
હુઆ રાંકપણે જેહ આદરી, પૂજિત ઈદ નરિદે, અશરણ શરણ ચરણ તે વંદુ, પૂર્યું જ્ઞાન આનંદે રે. ભ૦ સિવ ૩૮ બાર માસ પર્યાયે જેહને, અનુત્તર સુખ અતિક્રમિય; શુકલ શુકલ અભિજાત્ય તે ઉપર, તે ચારિત્રને નમીયે રે. ભ. સિ. ૩૯ ચય તે આઠ કર્મનો સંચય, રિત કરે છે તેહ, ચારિત્ર નામ નિરૂત્ત ભાખ્યું, તે વંદુ ગુણગેહ રે. ભ૦ સિવ ૪૦
અર્થ: દેશવિરતિ અને સર્વવિરતિરૂપ અનુક્રમે ગૃહસ્થ અને યતિને યોગ્ય છે તે ચારિત્ર જગતમાં જયવંત વર્તે છે તેને પ્રણામ કરે. જે છ ખંડના સુબેને તણખલાં પિઠે તજીને ચક્રવર્તીએ પણ અંગિકાર કરેલું છે, તે ચારિત્ર અક્ષય સુખનું કારણ છે. તેને મેં મન સાથે સ્વીકાર કરેલ છે. રંક મનુષ્ય પણ જેને અંગિકાર કરવા પછી ઇદ્ર અને ચક્રવર્તીઓથી પૂજાય છે, તે નિરાધારના આધારરૂપ અને જ્ઞાનાનંદથી પરિપૂર્ણ ચારિત્રને વંદન કરું છું. જેના બાર મહિનાના પાલનથી અનુત્તર વિમાનનાં સુખો પણ ઉલંઘી જવાય છે, તથા ઉજજવળ ઉજજવળ થતાં તરતમપણું હોય, તે ચારિત્રને નમસ્કાર કરીએ છિએ. ચય એટલે આઠ કર્મનો સંચય અને તેને ખાલી કરે તે ચારિત્રનામ નિરૂક્તિથી સિદ્ધ થએલું છે તે ગુણોના ગૃહરૂપ (ચારિત્ર)ને વંદન કરું છું. –૩૬ થી ૪૦ જાણુતા ત્રિતું જ્ઞાને સંયુત, તે ભવ મુક્તિ જિણુંદ જેહ આદરે કર્મ ખપેવા, તે તપ શિવતરૂ કંદ રે. ભ૦ સિવ ૪૧ કરમ નિકાચિત પણ ક્ષય જાઈ, ક્ષમા સહિત જે કરતાં; તે તપ નમીયે જિહ દીપાવે, જિનશાસન ઉજમતાં રે. ભટ સિટ ૪૨ આમોસહી પમુહા બહુ લદ્ધિ, હવે જાસ પ્રભાવે; અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ પ્રગટે, નમિયે તે તપ ભાવે રે. ભ૦ સિવ ૪૩ ફલ શિવસુખ મોટું સુરનરવર, સંપત્તિ જેહનું ફૂલ તે તપ સુરતરૂ સરિખે વંદ, શમ મકરંદ અમૂલ રે. ભ૦ સિ. ૪૪ સર્વ મંગલ માંહિ પહેલું મંગલ, વરણીયે જે ગ્રંથ; તે તપપદ તિહુ કાલ નમીજે, વર સહાય શિવ પંથે રે. ભ૦ સિત્ર ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org