________________
૨૬૦
શ્રીપાળ રાજાને રાસ. સુખ જે વગર પ્રાપ્ત થતું નથી, તે સમ્યગ્ર દર્શન બળવાન છે. જે સડસઠું ભેદેથી સુશેભિત છે, જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે અને મોક્ષ માર્ગને (પ્રાપ્ત કરવાની) અનુકૂળતાવાળું છે, તે સમ્ય દર્શનને હમેશાં પ્રણામ કરું છું. ભક્ષ અભક્ષ ન જે વિણ લહિયે, પેય અપેય વિચાર; કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સકલ આધાર રે. ભ૦ સિટ ૩૧ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રીસિધ્ધાંતે ભાખ્યું; જ્ઞાનને વંદો જ્ઞાન મ નિંદો, જ્ઞાનીયે શિવસુખ ચાખ્યું રે. ભ૦ સિ. ૩૨ સકલ ક્રિયાનું મૂલ તે શ્રદ્ધા, તેહનું મૂલ જે કહીયે; તેહ જ્ઞાન નિત નિત વંદીએ, તે વિણ કહો કિમ રહીયે રે. ભ૦ સિવ ૩૩ પંચ જ્ઞાન માટે જેહ સદાગમ, સ્વ પર પ્રકાશક જેહ; દીપક પર ત્રિભુવન ઉપગારી, વલી જેમ રવિ શશિ મેહ રે. ભ૦ સિ. ૩૪ લોક ઉર અધે તિર્યગ જ્યોતિષ, વૈમાનિક ને સિદ્ધ; લોકાલોક પ્રગટ સવિ જેહથી, તે જ્ઞાને મુજ સિદ્ધિ રે. ભ૦ સિવ ૩૫
અર્થ –જે વગર ખાવા લાયક અને નહિ ખાવા લાયક, પીવા લાયક અને નહિ પીવા લાયક તેમ જ કરવા લાયક અને નહિ કરવા લાયક પદાર્થોને વિવેક થઈ શક્તિ નથી તે જ્ઞાન સમસ્ત જનને આધારભૂત છે. શ્રી (જિનેશ્વર પ્રભુના) સિદ્ધાંતમાં પ્રથમ જ્ઞાન પછી અહિંસાને કેમ નિવેદન કરેલ છે. જ્ઞાનને નમસ્કાર કરો, જ્ઞાનની અવગણના ન કરો; જ્ઞાનીજને મેક્ષસુખને અનુભવી શક્યા છે. સર્વ ક્રિયાનું મૂળ “શ્રદ્ધા” છે તેનું મૂળ જે કહેવાય છે તે જ્ઞાનને હમેશાં વંદન કરે; કહો ! તે વગર કેમ રહી શકાય ? પાંચ જ્ઞાનમાં જે સદાગમ છે; તે પિતાને અને પરને પ્રકાશ કરનાર છે; દીવાની માફક ત્રણે ભુવનોને ઉપકારક છે, વળી સૂર્ય-ચંદ્ર અને વરસાદની માફક (ઉપકારી) છે. ઉર્ધ્વ લેક-અપેક, તિર્યગલેક, તિષ લેક, વૈમાનિક (દેવક) અને સિદ્ધ–લેક વગેરે લેક અને અલેક જેથી જાણી શકાય છે તે જ્ઞાન મને શુદ્ધ સ્વરૂપમાં મળો.-૩૧ થી ૩૫ દેશવિરતિ ને સર્વવિરતિ જે, ગૃહિ યતિ ને અભિરામ; તે ચારિ જગત જ્યવંતું, કીજે તાસ પ્રણામ રે. ભ૦ સિ૩૬ તૃણુ પરે જે ષટ ખંડ સુખ છડી, ચક્રવર્તી પણ વરીયા; તે ચારિત્ર અક્ષય સુખ કારણ, તે મેં મનમાંહે ધરીયો રે. ભૂટ સિવ ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org