________________
ખંડ ચો.
૨૫૫
રાજા શ્રી સિદ્ધચકને આરાધે છે અને સંસાર સમુદ્રને પાર પામવા સુંદર આરાધન કરે છે. તેમ જ તે રાજેદ્રને મયણાસુંદરી વગેરે રાણીઓના સુખભગ સંગ વડે ગુણોના સમુદ્ર સરખા અને અનુપમ રૂપશીલ સંપન્ન ત્રિભુવનપાળ આદિ નવ કુંવર થયા. તથા નવ હજાર હાથી, નવ હજાર રથ, નવ લાખ જાતિવંત ઘોડા અને નવ ડ પાયદળ લશ્કર-નવરંગી-ચતુરંગી સેના પ્રાપ્ત થઈ તે સહિત નિર્કેટકપણે રાજ્યપદ ભગવતાં
જ્યારે નવ વર્ષ થયાં ત્યારે મહારાજા શ્રીપાળે પોતાના પાટવી કુંવર (મયણાસુંદરી પટરાણીના પુત્ર) ત્રિભુવનપાળને પિતાની રાજ્યગાદીએ સ્થાપન કરી પિતાનું મન, તન, વચન શ્રીસિદ્ધચકજી મહારાજના ધ્યાનમાં જ લીન કર્યું.
–૩ થી ૯
હાલ અગ્યારમી-શ્રી સીમંધર સાહેબ આગે એ દેશી. ત્રીજે ભવે વર થાનક તપ કરી, જેણે બાંધ્યું જિન નામ; ચિઠ્ઠિ કે પુજિત જે જિન, કિજે તાસ પ્રણામ રે.
ભવિકા ! સિદ્ધચક પદ વંદો, જિમ ચિરકાલે નંદ રે. ભ૦ સિર ૧ જેહને હોય કલ્યાણક દિવસે નરકે પણ અજુવાળું; સકલ અધિક ગુણ અતિશય ધારી, તે જિન નમી અઘ ટાલું રે. ભ૦ સિત્ર ૨ જે તિહનાણુ સમગ્ગ ઉપ્પન્ના, ભેગ કરમ ખીણ જાણી; લેઈ દીક્ષા શિક્ષા દિયે જનને, તે નમિયે જિનનાણી રે. ભ૦ સિ. ૩ મહાગોપ મહામાહણ કહીયે, નિર્ધામક સત્યવાહ; ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમીયે ઉચ્છીહરે. ભ૦ સિ. ૪ આઠ પ્રાતિહારજ જસ છાજે, પાંત્રીશ ગુણુયુત વાણી; જે પ્રતિબંધ કરે જગજનને, તે જિન નમીયે પ્રાણી રે. ભ૦ સિવ ૫
અર્થ –ત્રીજા જન્મમાં જેમણે ઉત્તમ વીશ સ્થાનકનો તપ કરી તીર્થકર નામકર્મ બાંધ્યું છે, જે જિન ચોસઠ ઈંદ્રોથી પૂજીત છે, તેમને હે ભવ્ય જી પ્રણામ કરે; સિદ્ધચક્રના પ્રથમ પદને વંદન કરે જેથી દીર્ઘ કાળ પર્યત આનંદ પ્રાપ્ત કરશે. જેમના કલ્યાણકોના દિવસોમાં નરકમાં પણ અજવાળું થાય છે. એવા સર્વ કરતાં અધિક ગુણવાળા અને અતિશયવાળા જિનને નમી પાપને દૂર કરે. જેમાં ત્રણ જ્ઞાન સહિત જમ્યા છે, અને ભોગાવલિ કર્મને ક્ષીણ થએલાં જાણી દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી પ્રાણીઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org