________________
૨૫૪
શ્રીપાળ રાજાને રાસ. રાખી તેની જ સેવા કરે. જેથી આનંદ મંગળ કાયમ રહે અને તે સિદ્ધચક રૂપ મોટું કલ્પવૃક્ષ અમારા મનવાંછિતને પૂર્ણ કરે.
–૧ થી ૨
દોહા-છંદ નમસ્કાર કહી ઉચ્ચરી, શકસ્તવ શ્રીપાલ; નવપદ સ્તવન કહે મુદા, સ્વર પદ વર્ણ વિશાલ. મંગલ તર બજાવતે, નાચતે વર પાત્ર; ગાયંતે બહુ વિધિ ધવલ, બિરૂદ પઠતે છાત્ર. સંઘ પૂજા સાહમિચ્છલ, કરી તેહ નરનાથ; શાસન જન પ્રભાવ, મેળે શિવપુર સાથ. પટદેવી પરિવાર અન્ય, સાથે અવિહડ રાગ; આરાધે સિદ્ધચક્રને, પામે ભવજલ તાગ. ત્રિભુવનપાલાદિક તનય, મયણદિક સંગ; નવ નિરૂપમ ગુણનિધિ હુઆ, ભોગવતાં સુખ ભેગ. ગય રહ સહસ તે નવ હુઆ, નવ લખ જ તુરંગ; પત્તિ હુઆ નવ કોડિ તસ, રાજનીતિ નવરંગ. રાજ નિકટક પાલતાં, નવ શત વરસ વિલીન;
થાપી તિહુઅણુપાલન, નૃપ હુઓ નવપદ લીન. અર્થ-આ પ્રમાણે શ્રીપાલ મહારાજા નસરકાર કરી–ચત્યવંદન કરી નમુત્થણ કહી પછી નવપદ મહા... ગર્ભિત સ્તવન આનંદ સહિત સ્વર, પદ અને શુદ્ધ ઉચ્ચારના ઉપગ સાથે વિસ્તાર પૂર્વક કરે છે. અને તેની શરૂઆતમાં આનંદ મંગળરૂપ મંગળ મનહર વાજિંત્રો-ધવળ મંગળ ગીત-ભાટ ચારણે ઉત્તમ બિરૂદાવલી બોલતે થકે શ્રીપાલ મહારાજ સંઘની પૂજા, સ્વામિવાત્સલ્ય ઇત્યાદિ ધર્મકૃત્ય કરી, શ્રીજિનશાસનની પ્રભાવના કરતો થકો મોક્ષનો સાથ મેળવતા હતા. તેમ જ પટરાણું મયણાસુંદરી બીજી રાણીઓ અને ગારસુંદરી સાથે પરણેલ પાંચ સખીઓ અને બીજા પરિવાર સાથે અવિચળ રાગ ધરે અને અન્ય શ્રાવક, શ્રાવિકા વર્ગ વગેરે ભાવિક મંડળ સહિત શ્રીપાળ મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org