________________
૨૮
શ્રીપાળ રાજાને રાસ.
ગ્રહણ કરી કર્મ તપાવવાને પિતાની આત્મશક્તિ મુજબ છે બાહ્ય તથા છ અત્યંતર ભેદ મળી બારે ભેદે તપનું શુદ્ધપણે આરાધન કર્યું. આ પ્રમાણે નવે પદનું દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારની ભકિતથી શ્રીપાળમહારાજા. શ્રી સિદ્ધચક્રજીનું આરાધન કરતાં વિશેષ મંગલમાળાને પામે છે. એમ સાડાચાર વર્ષ સુધી સિદ્ધચકની સેવના કરે છે. જ્યારે તે નવપદજીના તપની પૂર્ણાહુતિ થઈ ત્યારે તે સંબંધી ઉદ્યાપન-ઉજમણું કરવા શ્રીપાળમહારાજાને હર્ષ પેદા થયે; કેમકે ઉજમણું વિના તપનું ફળ પૂર્ણ પણે પ્રાપ્ત થઈ શકતું જ નથી. (યશોવિજયજી કહે છે કે-આ શ્રીપાલ રાસના ચેથા ખંડની અંદર ચડતા રંગપૂર્વક નવમી ઢાળ પૂર્ણ થઈ. જે મનુષ્ય ઉત્તમ ભાવથી શ્રી સિદ્ધચક્રજીના ગુણોની સ્તવના કરે તે મનુષ્ય સારે યશ અને વિનય પામે છે.)
-૧૦ થી ૧૭
દોહા-છંદ.
હવે રાજા નિજ રાજની, લચ્છિ તણે અનુસાર, ઉજમણું તેહ તપ તણું, માંડે અતિહિ ઉદાર.
અર્થ –હવે શ્રીપાલમહારાજા પિતાની રાજસમૃધિના અનુસાર એટલે કે અત્યંત મહાન શકિતપૂર્વક ઓળીના તપનું ઉજમણું ઘણી જ ઉદારતાથી કરવાની સામગ્રી નીચે મુજબ એકઠી કરે છે. ઉજમણાનો વિધિ કહેવામાં આવે છે.
હાલ દશમી-બેલીડા હસારે વિષય ન રાચીએ દેશી. વિરતીરણ જિનભુવન વિરચીયે, પુણ્ય ત્રિવેદિક પીઠ ચંદ્ર ચંદ્રિકા રે ધવલ ભુવન તલે, નવરંગ ચિત્ર વિસઠ. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે, જિમ વિરચે રે શ્રીપાલ; તપ ફલ વાધે રે ઉજમણે કરી, જેમ જલ પંકજ નાલ. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે. પંચ વરણના રે શાલિ પ્રમુખ ભલા, મંત્ર પવિત્ર કરી ધાન્ય; સિદ્ધચક્રની રે રચના તિહાં કરે, સંપૂરણ શુભ ધ્યાન. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org