________________
ખડ ચોથે.
૨૪s
તજી ઈચ્છા ઈહ પરલોકની, હૂઈ સઘળે અપ્રતિબધ્ધ; મેર ષ બાહ્ય અભ્યતર ષટ્ કરી, આરાધે તપપદ શુધ્ધ. મે મ. ૧૪ ઉત્તમ નવપદ દ્રવ્યભાવથી, શુભ ભકિત કરી શ્રીપાલ મે, આરાધે સિદ્ધચક્રને, નિત પામે મંગલમાલ. મ. મ. ૧૫ ઈમ સિધ્ધચક્રની સેવના, કરે સાડાચાર તે વર્ષ; મેવ હવે ઉજમણું વિધિ તણે, પુરે તપ ઉપને હર્ષ. મે મ. ૧૬ ચોથે ખડે પુરી થઈ, ઢાલ નવમી ચઢતે રંગ; મેવ વિનય સુજસ સુખ તે લહે, સિધ્ધચક્ર થણે જે ચંગ. મે મ. ૧૭
અર્થ –હવે પાંચમા મુનિ મહારાજશ્રીની આરાધનામાં મુનિ પધારે તે વખતે પાંચ સાત ડગલાં ગુરુ સન્મુખ જઈ ગુપદમાં નમન કરવું તથા હાથ જોડી વંદના કરવી વગેરે વૈિયાવચ્ચ સાચવવામાં લીન રહી, ઉપાશ્રયની અને અન્ન, વસ્ત્ર પાત્રાદિ જરૂરગ વસ્તુએની જરૂરીઆત પૂરી પાડે છે. અન્ન–પાણી–ખાદિમ–સ્વાદિમરૂપ ચારે પ્રકારના આહાર– વસ્ત્ર-પુસ્તક-ઔષધ વગેરેની જે વખતે જરૂર હોય તે વખતે તેની સગવડ કરી આપવામાં આવતાં વ્રતધારી મહાત્માઓ પિતાના સંયમમાર્ગમાં કાયમ રહી શકે છે. એ લાભ મેળવવા શ્રીપાલ મહારાજા મુનિ પદની અત્યંત વૈયાવચ્છાદિ સાચવી તે પદનું આરાધન કરે છે. તે પછી છઠ્ઠા ઉત્તમ દર્શનપદની આરાધનામાં જગેજગેએ ભકિતભાવ સહિત તીર્થયાત્રાઓ કરી, તે તે સ્થળમાં સ્નાત્રાદિ પૂજાએ, સાતમીવત્સલે ને રથયાત્રાઓ વગેરે દર્શન સંબંધી અનેક મહત્સવ કરી દૃઢ ચિત્ત વડે શ્રીપાલ મહારાજા શાસનની ઉન્નતિ–ભાની વૃદ્ધિ સાથે છઠ્ઠા પદની ભકિત કરે છે. હવે સાતમા પદરૂપે જ્ઞાનપદારાધનમાં જ્ઞાનના પાલન અર્ચા વગેરેમાં પૂર્ણ પ્યાર રાખી સિધ્ધાંતે લખાવે છે, અને તેની ફળ વગેરે ઉત્તમ વસ્તુઓ વડે પૂજા ભકિત કરે છે અને જ્ઞાન સંબંધી ઉપકરણ જે પાટી–પિથી–ઠવણી–સાપડા-સાપડી-વહી–દસ્તરી–એળિયાં-પૂંઠા-રૂમાલ-હિંગલેક-શાહી વગેરે વગેરે વસ્તુઓ એકઠી કરી સ્વાધ્યાય ધ્યાન કરી સાતમા પદનું શ્રૌપાલ મહારાજા આરાધન કરે છે. હવે આઠમા ચારિત્રપદની આરાધનામાં પોતે અંગિકાર કરેલાં વ્રતોને પાળ તથા ગુરુમુખથી લીધેલા નિયમોને પાળતા તથા શ્રીપાલ મહારાજા ગૃહસ્થવ્રતધારી તથા યતિ–સાધુઓને અન્ન વસ્ત્ર પાત્રાદિનાં દાન દેવે કરી દ્રવ્યથી ભક્તિ કરતે તથા ભાવથી સ્તુતિવંદનાદિ કરે એમ નિશ્ચયથી એકાંત યતિધર્મના પ્રેમી બની ચારિત્રપદની આરાધના કરે છે. હવે છેલ્લા નવમા તાપદની આરાધના ભક્તિમાં શ્રીપાળમહારાજાએ આલેક સંબંધી તથા પરલેક સંબંધી વાંછના ત્યાગી દઈ તમામ જગાએ અપ્રતિબદ્ધપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org