________________
૨૪૬
શ્રીપાળ રાજાને રાસ. અધ્યાપક ભણતાં પ્રતિ, વસનાશન ઠાણુ બનાય; મેટ દ્વિવિધ ભકિત કરતો થકો, આરાધે નૃપ ઉવજઝાય. મે મ. ૯
અર્થ–મયણાસુંદરીના આ પ્રમાણે વચનોને મનમાં ગ્રહણ કરી મહાન ભક્તિવંત શ્રીપાળમહારાજા પિતાની શક્તિના પ્રમાણે વિસ્તાર પૂર્વક તત્ત્વરૂપ અરિહંતાદિક નવપદજીનું આરાધન કરવા લાગ્યા. તેમાં પ્રથમ પદરૂપ શ્રીઅરિહંત પ્રભુની આરાધનામાં નવ બાવન જિનાલયયુક્ત જૈનમંદિર બંધાવ્યાં, નવ નવિન પ્રતિમાજી ભરાવ્યાં અને નવ જિર્ણ મંદિરોને ઉદ્ધાર કરાવ્યું. તથા તેની ત્રણ–પાંચ-આઠ–સત્તર–એકવીશ અને એકસેઆઠ ભેદે, એમ વિવિધ ભેદવાળી પૂજાઓ ભણાવી શુભભાવયુક્ત પ્રથમ પદની આરાધનામાં લીન થયા. હવે બીજા શ્રીસિદ્ધ મહારાજાની આરાધનામાં ઉપર કહેવામાં આવેલા પ્રકાર સહિત ત્રણ ટંક (સવાર, બપોર ને સાંજ ) વખતે શ્રીસિદ્ધ ભગવંતની પ્રતિમાજીને પ્રણામ કરી પૂજન કરે છે અને તન્મય બની ચિત્તમાં અપાર આનંદ સહિત કર્મઅંજનના આવરણુરહિત શ્રી સિદ્ધભગવાનની મન વચન કાયાની ઐકયતા સાથે ઉત્તમ આરાધના કરે છે. હવે ત્રીજા શ્રીઆચાર્ય મહારાજની આરાધનામાં આદર તથા ભક્તિરાગ પૂર્વક બાર આવર્ત યુત વંદનનો ક્રમ સાચવી, વૈયાવચ્ચમાં સાવધાન રહી, સુશ્રષા, પર્ય પાસના, સેવના, આહાર પાણી વગેરે અને ઉપાશ્રયાદિને તમામ વિધિ સાચવી સમગ્ર સૂરિરાજની આરાધનામાં સાવધાન રહે છે. ચોથા પદરૂપ શ્રીઉપાધ્યાય મહારાજાની ભકિત કરે છે તથા આગમના પાઠ ભણનારા તથા ભણાવનારા પ્રત્યે અન્ન વસ્ત્ર ને રહેવાની જગ્યા સંબંધી સગવડ આપે છે. ધર્મશાળાઓ પાઠશાળાઓ વગેરે બંધાવી ઉપર કહેલા ઉપચારરૂપ દ્રવ્યથી અને મનની એકાગ્રતારૂપ ભાવથી પાઠક પદની ભકિતપૂર્વક આરાધના કરે છે.
-પ થી ૯ નમન વંદન અભિગમનથી, વસહી અશનાદિક દાન; મેર કરતો વૈયાવચ્ચ ઘણું, આરાધે મુનિ પદ ઠાણ. મે મ. ૧૦ તીર્થ યાત્રા કરી અતિ ઘણી, સંઘ પૂજા ને રહજd; મેવ આરાધે દર્શન પદ ભલું, શાસન ઉન્નતિ દઢ ચિત્ત. મે મ૦ ૧૧ સિધ્ધાંત લિખાવી તેહને, પાલન અર્ચાદિક હેત; મેવ નાણુ પદારાધન કરે, સજઝાય ઉચિત મન દેત. મે મ. ૧૨ વ્રત નિયમાદિક પાલતો, વિરતિની ભકિત કરંત; મે આરાધે ચારિત્ર ધર્મને, રાગી યતિ ધર્મ એકંત. મેટ મા ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org