SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રીપાળ રાજાને રાસ. કહે ગુરૂ પ્રતે હવણું નથી, મુજ ચારિત્રની સત્તિ; કરી પસાય તિણે ઉપદી, ઉચિત કરણ પડિવત્તિ. વલતું મુનિ ભાખે નૃપતિ, નિશ્ચય ગતિ તું જોય, કરમ ભેગ ફલ તુઝ ઘણું, ઈહ ભવ ચરણ ન હોય. પણ નવપદ આરાધતાં, પામીશ નવમું સગ્ગ. નરસુર સુખ ક્રમે અનુભવી, નવમે ભવ અપવર્ગ. તે સુણી રોમાંચિત હુઓ, નિજ ઘર પહોતો ભૂપ; મુનિ પણ વિહરતો ગયે, ઠાણુતર અનુરૂપ. અર્થ એ પ્રમાણે અજિતસેન રાજર્ષિના મુખથી ધર્મદેશના શ્રવણ કરી શ્રીપાળરાજા પોતાના ચિત્તમાં ચિંતવવા લાગ્યા–અહા ! અત્યંત આશ્ચર્યની વાત છે કે ભવનાટકની અંદર પણ આવા આવા પ્રપંચ થાય છે ! ! ! ” તે પછી શ્રીપાળરાજા ગુરુ પ્રત્યે પૂછવા લાગ્યા–“હે પ્રભે ! અત્યારે તે મારામાં ચારિત્ર અંગિકાર કરવાની શક્તિ નથી, માટે કૃપા કરીને જે મારાથી બની શકે તે ધર્મ મને કહી બતાવે.” મુનિરાજે જિજ્ઞાસુ શ્રીપાળ રાજેદ્રને કહ્યું–નરવર ! તારી સ્થિતિ અવશ્ય રીતે તપાસવાની છે, હજી તારે કર્મ સંબંધી વિપાક ભોગવવાના બાકી રહેલ છે જેથી આ ભવની અંદર તને ચારિત્રને ઉદય આવશે નહીં, તે પણ શ્રીનવપદજીની આરાધન–પ્રતાપ વડે તું નવમું દેવલેક પ્રાપ્ત કરીશ અને તે પછી અનુકમે મનુષ્ય અને દેવતાને એમ વારાફરતી ભવ પામી તે ભવ સંબંધી સુખ અનુભવીને નવમા ભાવની અંદર મેક્ષસુખ પ્રાપ્ત કરીશ.” આ પ્રમાણે સાંભળી શ્રીપાળરાજા અત્યંત આનંદ પામ્યા; અને ગુરુને નમન કરી પિતાને પરિવાર સહિત પોતાના નગરમાં ગયા. અને મુનિ મહારાજ પણ પિતાની ઈચ્છાનુકુળ વિહાર કરી અન્ય સ્થાને ગયા. –-૧ થી ૫ ઢાળ નવમી-કંત તમાકુ પરિહરિ–એ દેશી. હવે નરપતિ શ્રીપાલ તે, નિજ પરિવાર સંયુક્ત મેરે લાલ; આરાધે સિદ્ધચક્રને, વિધિ સહિત ગ્રહી સુમુહુત્ત મેરે લાલ. મનનો મોટો મેજમાં. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy