________________
ખંડ પહેલે. અમારે રાણે પરણવાને છે, માટે આ તેની જાન જાય છે.” એથી એ કૌતુક જેવાને વાસ્તે શહેરનાં લેકે પણ તેમની સાથે સાથે ચાલ્યાં. અને આવી રીતે ચાલતાં તે ઉંબર રાણે જ્યાં પ્રજાપાળ મહારાજ રાજસભા ભરી બેઠેલ છે કે જ્યાં પિતા પુત્રી વચ્ચે બાપકમ તથા આપકને જુસબંધ વિવાદ ચાલી રહ્યો છે ત્યાં તે અવસર પ્રાપ્ત થતાં આવી પહોંચે.
–૬ થી ૯ મયણને ભૂપતિ કહે રે, એ આવ્યો તુમ નાહ; સુખ સંપૂરણ અનુભવો રે, કર્મે કર્યો વિવાહ, ચ૦ ક. ૧૦ મયનું મુખ નવિ પાલટે રે, અંશ ન આણે ખેદ, જ્ઞાનીનું દીઠું હોવે રે, તિહાં નહીં કિ વિભેદ. ચ૦ ક° ૧૧ જેહ પિતાયે પાંચની રે, સાખે દીધે કંત: દેવ પરે આરાધો રે, ઉત્તમ મન એકત. ચ૦ ક0 ૧૨ કરી પ્રણામ નિજ તાતને રે, વયણ વિમલ મુખરંગ;
આવીને ઊભી રહી રે, ઉંબરને વામાંગ. ચ૦ ક. અર્થ –ારે ઉંબર રાણે આવી પહોંચ્યો ત્યારે પ્રજા પાળરાજા મયણાસુંદરીને કહેવા લાગે કે-“આ તમારો નાથ આવ્યો ! હવે એની સંગાથે સંપૂર્ણ સુખને અનુભવ લે, કેમકે તમારા કર્મો જ આ વિવાહ કર્યો છે. રોગમય શરીરવાળો વર આપે, છતાં પણ મયણાસુંદરીના મોં ઉપર રંગ જરા સરખે પણ બદલાયો નહીં; તેમ મનમાં જરા પણ ખેદ આવવા પામ્યો નહીં. કેમકે એ નિશ્ચયથી જાણતી જ હતી કે-“જે જ્ઞાનીમહારાજનું દીઠેલું હશે તે જ થવાનું છે, તેમાં મીન મેખ થનાર જ નથી.” તેમજ નિશ્ચય કર્યો કે-“પિતાએ પંચની સાક્ષીએ જે પતિનો હાથ સખે તે ચાહે તેવી સ્થિતિવાળે હાય, તે પણ તે પતિની જ દેવની પેઠે આરાધના કરવી એ જ ઉત્તમ કુળની સ્ત્રીઓનો સાચે ધર્મ છે.” એમ વિચારી પિતાના પિતાને પ્રણામ કરી તેમનું વચન માન્ય કરી તુરત પૂર્ણચંદ્રસરખા નિર્મળ મુખયુક્ત ઈષ્ટદેવ સ્મરણરૂપ મંગળ લગ્નને સાધી ઉંબર રાણાની ડાબી બાજુએ આવી ઊભી રહી અને પિતાની મેળે જ તે રાણાની સાથે પાણગ્રહણ કર્યું.
–૧૦ થી ૧૩ તવ ઉંબર એણિ પરં ભણે રે અનુચિત એ ભૂપાલ; ન ઘટે કઠે કાગને રે, મુક્તાફલની માલ. ચ૦ ક°
૧૩
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org