________________
ખંડ
છે.
જાઓ રસાતલ વિક્રમ જે દુર્બલ હણે રે, એતો લેશ્યા કૃષ્ણનો ઘન પરિણામ રે; ભુંડી કરણીથી જ અપજસ પામીયેરે, લીહાલો ખાતાં મુખ હવે તે શ્યામરે. સાંવ એહવાં રાણીયે વયણ કહ્યાં પણ રાયને રે, ચિત્ત માંહે નવિ જાગ્યો કઈ પ્રતિબંધ રે; ઘન વરસે પણ નવિ ભીંજે મગસેલીયો રે, મૂરખને હિત ઉપદેશ હોય ક્રોધ રે. સાં ૧૦
અર્થ પરંતુ આપ તો સસલાં હરિણ વગેરે પ્રાણીઓ કે જે શસ્ત્ર વગરનાં, સામે ન થતાં પૂઠ બતાવી ભાગી છૂટનારાં છે તેની પાછળ પડી તેમના પ્રાણ લેવા ધનુષ પર બાણ ચડાવી બેજાન કરે છે. પાપશાસ્ત્રના ધરનારા જે કઈ રાજાને એવો પાપોપદેશ આપે છે કે–રાજાની પૃથ્વીમાં જે પાણી છે તેને રાખનાર રાજા છે, તે પાણીની અંદર રહી જીવન ગુજારનાર મેટા મચ્છ નિર્બળ ન્હાનાં માછલાને ખાઈ જાય છે તેવા મછાને; તથા રાજની જમીનમાં ઉગેલાં ઝાડવાંને દુઃખ દેનાર પક્ષીવર્ગને, અને રાજાની જમીનમાં ઉગેલાં નવાં ઘાસ વગેરેને ખાઈ જનાર હરિણ વગેરે પશુઓને જાનથી મારી નાખવામાં રાજાને કશું પણ પાપ લાગતું નથી. કેમકે જે રાજાનાં તે જળાશય, વનનાં વૃક્ષ, ઘાસ વગેરેનો, ધણીનો હુકમ મેળવ્યા વિના મરજી મુજબ ઉપગ કરનાર જળચારી, પંખીને પશુઓ રાજાના ગુન્હેગાર જ ગણાય, માટે તેમને પ્રાણદંડ દેવામાં પાપ નથી પણ ધર્મ જ છે! તેવો હિંસક ઉપદેશ દેનાર પિતાના હિંસક કુળનું જ પિોષણ કરે છે. વળી, છએ દર્શનવાળા હિંસાની નિંદા કરે છે એવું સાંભળીએ છિએ. તેથી સિદ્ધ થાય છે કે કઈ રીતે પણ જીવહિંસા સારી નથી. અને જણાય પણ છે કે પાપી શિકારી પિતાના આત્માને સંતાયા કરે છે, તેમ જ જે જીવને બેજાન કરવા ધારે છે તે જીવને પણ સંતાપ આપે છે જેથી તેવા હિંસક મનુષ્ય પોતાના કુળમાં નઠારા ચિન્હ સૂચવનાર કેતુગ્રહ સરીખા કુળક્ષયકારક જ સમજવા. તેમ જ જે મનુષ્ય નિર્બળ પશુઓને મારી નાંખે છે તે મનુષ્યનું પરાક્રમ પણ રસાતળમાં પેશી જાઓ ! કેમકે હિંસકપણું કૃષ્ણલેશ્યાના આકરાં પરિણામ રૂપ જ છે. જેમ કેલસ ખાધાથી હીંડું કાળું જ થાય છે, તેમ નઠારી કરણ કરવાથી પણ જગતમાં અપયશ જ પ્રાપ્ત કરાય છે. આ પ્રમાણે રાણીએ હિતવચને કહ્યાં; તે પણ રાજાના ચિત્તની અંદર જરા પણ પ્રતિબોધ જા નહીં', જેવી રીતે પુષ્કળ વરસાદ વર્ષા છતાં પણ મગશેળિયે પથરો જરા પણ ભીંજાતું નથી, તેવી રીતે મૂખને ચાહે તેટલે હિતકારી ઉપદેશ દેવામાં આવે તે પણ બોધ ન થતાં ઉલટો ક્રોધ પેદા થાય છે. તે જ રીતે રાણીના હિતબોધથી રાજાને બોધ ન થતાં ગુસ્સો પિદા થઈ આવ્યો.
– થી ૧૦ અન્ય દિવસે શત સાત ઉલઠે પરવર્યા રે, મૃગયા સંગી આ ગહનવનરાય રે; મુનિ તિહાં દેખી કહે એ વ્યાધિ છે કેઢિયો રે, ઉલૂંઠ તે મારે દેઈ ઘનઘાયરે. સાં. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org