________________
૨૩૮
શ્રીપાળ રાજાને રાસ. પિયુ તુઝને આહેડે જાવું નવિ ઘટે રે, જેને કેડે છે નરકની ભીતિ રે; ધરણી ને પરણી બે લાજે તુઝથકી રે, માંડી જેણે જીવહિંસાની અનીતિ રે. સાંવ ૪ મુખ તૃણ દીધે અરિ પણ મૂકે જીવતો રે, એહવો છે રૂડો ક્ષત્રિને આચાર રે; તૃણુ આહાર સદી જે મૃગપશુ આચરે છે, તેને મારે જે આહેડે તેગમાર રે. સાં પ
અર્થ –(હવે રાજર્ષિ અજિતસેન મહારાજ કર્મના વિપાક ફળ-કહે છે તે તમે સાંભળે.”) “હે શ્રીપાલ રાજન ! જે જીવ જે કંઈ સારાં કે નરસાં કામ કરે છે તે તેણે ભગવ્યા વગર કદી પણ જતાં નથી. કર્મથી કઈ વિશેષ બળવાન નથી. આ ભરતક્ષેત્રની અંદર હિરણ્યપુર નગરનો શ્રીમંત નામનો માટે રાજી થયો હતો, તેને શિકાર કરવાનું દુષ્ટ વ્યસન વળગ્યું હતું, તે જોઈને તેની શ્રીમતી રાણે એકાંતમાં વારંવાર શિકાર નહિ કરવા વિનવતી હતી; કેમકે રાજા મિથ્યાત્વધામ હતિ. રાણી જિનધર્મ રકત મતિવાળી સુશીલ ને સમકિતની રેખારૂપ ગુણવંતી હોવાને લીધે વિશેષ કરીને પ્રાણપતિને પાપમાર્ગથી પાછો હઠાવવા શિખામણ દેતી હતી. હે પ્રિયતમજી ! આપને શિકાર કરવા જવું વ્યાજબી જ નથી, કેમકે એ દુષ્ટ કર્મની પાછળ નરકે જવાની વ્હીક કાયમ છે; તેમ જ એ દુવ્યસનને લીધે હું વિવાહિતા અને આપના કબજાની પૃથ્વી બંને આપને જોતાં જ લાજિએ છિએ. કેમકે જીવહિંસા રૂપ અનીતિ તમે હાથ ધરી છે. ક્ષત્રિને મુખ્ય ધર્મ એ છે કે જે શત્રુ હોય તેને મારે. છતાં તે શત્રુ પણ જે મોંમાં ઘાસનું તરણું લઈ સામે ઊભા રહે તે મુખમાં તૃણ લીધેલાને ન મારતાં જીવતે જવા દે. તે વિચાર કરે કે જે મૃગપશુઓ હમેશાં ઘાસનો જ આહાર કરે છે તેને જે ક્ષત્રિપુત્ર મારી નાંખે છે તે ક્ષત્રિપુત્ર નહીં પણ ગમારપુત્ર જ ગણવા યોગ્ય છે. તેમ જ જે પ્રાણુ સામે ન થતાં પૂઠ બતાવી નહાશી જાય તે જીવને પણ ન મારવો એ પણ યુદ્ધવીર રાણુંજાયાને ખાસ ધર્મ છે. વળી, જેના હાથમાં હથિઆર-શસ્ત્ર ન હોય તેના ઉપર પણ ક્ષત્રિપુત્ર ઘા કરતા નથી એવી ઉત્તમ રાજનીતિ છે.
–૧ થી ૫ સસલાં નાસે પાસે નહિ આયુધ ઘરે રે, રાણાયા બાણ તેહને કેડ રે; જે લાગે તે આગે દુ:ખ લહેશે ઘણું રે, નાઠી શું બલ ન કરે ક્ષત્રિ વેઢ રે. સાંવ ૬ અબલકુલાશી ઝખને નિજ દ્રુમ પડતાં રે, ખગને મૃગને તૃણભક્ષીને દોષ રે; હણતાં નૃપને નહોય ઈમ જે ઉપદિશેરે, તેણે કીધે તસ હિંસક કુલ પિષરે. સાં. ૭ હિંસાની તે ખીંસા સઘલે સાંભળી રે, હિંસા નવિ રૂડી કિહી હેત રે; આપ સંતાપે પર સંતાપે પાપીયો રે, આહેડી તે જાણો કુળમાં કેત રે. સાં. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org