________________
ખંડ ચેાથ.
૨૩૨
પણ સહેજે આદત પડી રહેતાં જે પાંચ કિયા થાય તે અસંગાનુષ્ઠાન સમજવું. યતિધર્મની અંદર જે પાંચ ક્રિયા છે તે કહે છે.—વિષ–ગરળ, અનુષ્ઠાન, હેતુ અને અમૃત એ પાંચ (કિયા) છે. તે પિકી પહેલી ત્રણ કિયા આદરવા લાયક નથી, પણ જાણવા ગ્ય જ છે; કેમકે તે ચારિત્રવંતનું ચારિત્ર દગ્ધ કરી દેનાર, ભવભ્રમણા વધારનાર અને દુઃખ અર્પનાર છે. તથા પાછળની બે કિયાઓ આદરવા–સેવવા લાયક છે; કેમકે તેઓ મુકિતદાતા છે. એ સંબંધમાં વિસ્તાર પૂર્વક કહે છે–પહેલી વિષક્રિયા છે જે ચારિત્રવંત ખાનપાન મળવાના ઉ શને લીધે કરે એટલે કે જે હું ભણવાનો અભ્યાસ તથા ક્રિયા કરૂં તે તે મને વાંદવા આવનારના જોવામાં આવે તો તેની પ્રીતિ ભકિત વિશેષ વધતાં ખાનપાન વગેરે સહેલાઈથી પ્રાપ્ત થાય-માન વધે-વગેરેની ઈચ્છાને અવલંબી જે કંઈ કિયા કરે તે ખરૂં કહીએ તો કપટ કિયા જ છે, તેથી લાભ ન મળે, પણ નુકશાન અપાર છે માટે એ વિષક્રિયાને વિષસંજ્ઞા એ માટે જ આપેલ છે કે જેમ વિષ-ઝેર ખાવાથી તરત મરણને વધાવી લેવું પડે છે, તેમ આવી કપટકિયાથી પણ દુર્ગતિને વધાવી લેવી પડે છે; કારણ મહાવ્રત ધારીને તે કપટ મહા દુર્ગતિદાતા છે.
–૨૯ થી ૩૦ પરભવે ઈંદ્રાદિક રૂદ્ધિની, ઈચ્છા કરતાં ગરલ થાય રે; તે કાલાંતર ફલ દીએ, મારે જીમ હડકિયો વાય રે. માત્ર સંવે. ૩૧ લોક કરે હિમ જે કરે, ઉઠે બેસે સમૂચ્છિમ પ્રાય રે; વિધિ વિવેક જાણે નહીં, તે અનનુષ્ઠાન કહાય રે. તે સંવે. ૩૨ તહેતુ તે શુદ્ધ રાગથી, વિધિ શુદ્ધ અમૃત તે જોય રે, સકલ વિધાન જે આચરે, તે દીસે વિરલા કય રે. તે સંવે. ૩૩ કરણ પ્રીતિ આદર ઘણે, જીજ્ઞાસા જાણનો સંગ રે; શુભ આગમ નિર્વિઘનતા, એ શુદ્ધ ક્રિયાનાં લિંગ રે. એક સંવે. ૩૪ દ્રવ્યલિંગ અનંતાં ધર્યા, કરી કિરિયા ફલ નવિ લદ્ધ રે; શુદ્ધ ક્રિયા તો સંપજે, પુદ્ગલ આવર્તને અદ્ધ છે. પુત્ર સંવે. ૩૫ [મારગ અનુગતિ ભાવ જે, અપુનબંધકતા લદ્ધ રે; કિરિયા નવિ ઉપ સંપજે, પુદ્ગળ આવર્ત ને અદ્ધ છે. પુત્ર સંવે. ૩૫] અર્થ –તેમ જ ગરલ ક્રિયા છે તે પણ દુર્ગતિદાતા છે, તથાપિ તુરત ફળ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org