SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શ્રીપાળ રાજાનો રાસ. આપતાં કંઈક વખત ગયા પછી આવે છે. એટલે કે—કઈ ચારિત્રવંતના ચારિત્ર પાળતાં ચિત્તવૃત્તિમાં એવા અધ્યવસાય થાય કે સારી કિયા કરું તો પરભવમાં ઇંદ્રની કિંવા ચકવતી વગેરેની રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થાય અથવા ધનધાન્ય વગેરે હાથ લાગે તે કિયાને ગરળકિયા કહેવાય છે. તે જેમ હડકાયું જનાવર મનુષ્યને કરડે તે તરત મરણ ન આપે, પણ ત્રણ વર્ષની મુદત દરમ્યાન હડકવા થતાં મરણ આપ્યા વગર રહે નહીં, તેમ ચારિત્રવંત ક્રિયા કરતાં અતિ નિયાણું કરે તે તુરત નહીં, પણ બે ત્રણ ભવની અંદર તે વસ્તુ પ્રાપ્ત થાય, કિંતુ ચારિત્રનું ફળ મળે નહીં. માટે એ પણ તજવા ગ્ય છે. તેમ જ ત્રીજી અનુષ્ઠાનક્રિયા છે તે પણ કઈ અજ્ઞાની ચારિત્રવંત પારણાને વાતે કે ગ્રહણ કરવા માટે કરે. જેમ બીજાઓ ઉઠબેસ કરે તેમ તે પણ સમૃમિની જેમ કરે, એટલે કે કોઈ ભૂખથી પીડાતે ચારિત્ર અંગિકાર કરી ભૂખ ભાગે, તેને ફકત ખાવાની લાલચ પૂરી પાડવાની વૃત્તિ રહે તેને લીધે જ તે ક્રિયા કરે તેથી ક્રિયા વિગલેદ્રીની કિયા જેવી પિષક કિયા જાણવી. કેમકે પિતાના ચિત્તમાં વિધિ વિવેક કાંઈ જાણે નહિ. જે આ રીતે બેસવું, ઉઠવું, વંદન પૂજન કરવું, વગેરે વિધિ બિલકુલ જાણે નહિ, તેમ જ ગુરુની સામે કેવી રીતે જવું, આવવું, બેસવું, ધર્માચાર્ય જ્ઞાન વગેરેને વિનય કેવી રીતે સાચવવો? તેની પણ ગમ નહીં, જેથી તે વિધિ વિવેકથી અજાણ હોવાને લીધે મન વગર લેકની દેખાદેખી ક્રિયા કરે તે નિષ્ફળ નીવડે છે, માટે એ પણ ત્યાગવા લાયક છે. તહેતુ કિયા તેને કહેવામાં આવે છે કે જે ચારિત્ર અંગિકાર કરનાર શુદ્ધ વૈરાગ્યવંત ભદ્રિક પરિણામવત હોવાને લીધે ગુરુદેશનાને સાંભળી સંસારના સકળ ભાવને ફણભંગુર-નાશવંત સમજી સાંસારિક સમુદાયથી વિરકત થઈ ચારિત્ર ગ્રહણ કરે તે શુદ્ધ રાગ વડે વૃદ્ધિ પામતા મનોરથ સહિત કિયા કરે, જે કે તેનો વિધિ શુદ્ધ ન હોય, તથાપિ અંતે વિશુદ્ધિ થાય, માટે તે ફળદાયક છે, અને પાંચમી અમૃત ક્રિયા કે જે નામ વડે જ સંજીવનરૂપ અમૃતની પ્રતીતિ આપે છે તે ક્રિયામાં તે આગમની અંદર કહેલા શુદ્ધ વિધિસહ શુદ્ધ ચિત્ત અધ્યવસાય વડે સમસ્ત કિયાના અનુષ્ઠાનને વિધિ આચરી આદ્ધાર કરનાર કોઈ વિરલા પુણ્ય શાલી જ હોય છે. તે અમૃતક્રિયા તો પાંચે ક્રિયાઓમાં કેવળ અભુત ચિંતામણિ સરખી છે; કેમકે એ ક્રિયાની પ્રાપ્તિથી સંસારનો અંત આવી જાય છે. જેથી મોક્ષ પ્રાપ્તિયુકત શુદ્ધ ભાવથી રહે છે, અને એ ક્રિયાની પ્રાપ્તિ વિના મોક્ષની પ્રાપ્તિ થતી જ નથી. હવે ક્રિયાનાં લક્ષણો કહે છે–જે ધર્મક્રિયા કરવામાં બહુ જ પ્રીતિ પામે, બહુ જ આદર કરે, કિયાના પ્રયત્નને જાણવા સંબંધી હમેશાં અભ્યાસ કરી તત્વ જાણવાની વાંછના કરે–રાખે, શુદ્ધ ક્રિયાના જાણકારની સંગતિ કરે ( વિકથાને કે વિકથા કરનાર અન્યદર્શની વગેરેને બિલકુલ સંગ ન કરે.) અને જિનકથિત સ્યાદ્વાદ રચનારૂપ ઉત્તમ સિદ્ધાંતને નિર્વિક્તતાથી આદરે એટલે કે તમામ કામ ત્યજી ફકત આગમથુતપંથે ખપ કરે. આ છ લક્ષણ ક્રિયાના છે, શુદ્ધ ક્રિયા કયારે પ્રાપ્ત થઈ શકે તે વિષે કહે છે. યતિષની અંદર એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy