SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચોથે. ૨૨ ધર્મ રસ દ્વારા ગુણસ્થાનક પ્રાપ્તરૂપ જે તત્ત્વની ગવેષણ કરે તે તત્ત્વને પામી શકે છે, એમાં કશે સંદેહ નથી. તત્ત્વનું જાણપણું તેને જ તત્ત્વબોધ કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે, તે એ કે પશે તત્ત્વબોધ અને સંવેદન તત્ત્વાધ તે પિકી સ્પર્શ તત્ત્વનું સ્વરૂપ એ છે કે જે મનુષ્યને તત્ત્વશા અર્થાત્ જિનાગમ સાંભળીને શ્રીજિનેન્દ્ર પ્રરૂપિત તત્ત્વસમ્યક્રવાદિ પ્રાપ્તિપૂર્વક-શ્રદ્ધાપૂર્વક નવ તત્ત્વ એટલે જીવ-અજીવ-પુણ્ય-પાપઆશ્રવ-સંવર-નિર્જરા-અંધ અને મિક્ષ, એ નવે તવે વગેરેને અવબોધ થાય, નિર્મળ અધ્યવસાય વડે, આત્મપરિણતિ પરિપાક પણે-મન, વચન, શરીરની એકાગ્રતાની સ્થિરતા વડે-ભાવની શુદ્ધિ વડે-ગુરુના ઉપદેશ રૂપ અમૃતના યોગ વડે, સહણ શ્રદ્ધાસંયુક્ત વસ્તુ ધર્મને ગ્રહણરૂપપણે ચિત્તની જે વૃત્તિ થાય એવો જે તત્ત્વબોધ તે સ્પર્શતત્ત્વબોધ કહેવાય છે. અને જે શ્રદ્ધા રહિત સમ્યક્ પ્રકારે વસ્તુના સ્વરૂપને જાણપણામાં ધારે તે સંવેદન તત્ત્વબોધ કહેવાય છે. કારણ કે સંવેદન તત્વબોધ વાંઝણી સ્ત્રી સરખા હોવાથી કશું ફળ આપી શકતા નથી, પણ સ્પર્શતત્ત્વ બોધ તે પ્રાપ્તિરૂપ ફળદાયી છે, માટે સંવેદનનો ત્યાગ કરી સ્પર્શને અંગિકાર કરે. હવે પરમતત્વરૂપ દશ પ્રકારનો અતિધર્મ છે તે કહે છેઃ –ખંતિ-ક્ષમ ગુણ તે કાંધ ઉપર વિજય મેળવે ૧, માર્દવ નિરાભિમાનતા ગુણ તે માનનો પરિત્યાગ કરવો ૨, આર્જવ નિષ્કપટતા ગુણ તે સયા કપટનો ત્યાગ કરે ૩, નિર્લોભતા ગુણ તે લેભને તિલાંજલિ દેવી ૪, તપગુણ તે છ બહાને અત્યંતર એમ બારે ભેદને તપ કરવો પ, સંયમગુણ તે સત્તર પ્રકાર વડે સંયમ પાળવું ૬, સત્યવક્તા ગુણ તે ચારે નિક્ષેપ વડે સાચું બોલવું ૭, શૌચગુણ તે ભાવશૌચાદિ ૮, અકિંચનત્વ તે પરિગ્રહ ત્યાગરૂપ ૯, અને બ્રહ્મચર્ય ગુણ તે અઢાર ભેદયુક્ત બ્રહ્મચર્ય ૧૦, આ દશ ભેદથી અલંકૃત ધર્મનું સેવન કરવામાં આવેથી દેવ-મનુષ્ય-તિર્યંચ-નરક એ ચારે ગતિરૂપ ભવભ્રમણને અંત કરી પાંચમી મેક્ષ ગતિ પમાડે છે. હવે તે ધર્મનું મૂળ દયા છે એથી ધર્મનું મૂળ દયા કહેવામાં આવે છે. અને જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. દશ પ્રકારના ધર્મમાં પહેલા ક્ષમાની ગણના છે તે એટલા જ માટે કે જ્યારે કોનો પરાજય કરવામાં આવે ત્યારે જ ક્ષમાગુણ પ્રકટ થાય છે. અને જ્યારે ક્ષમા પ્રકટ થાય છે ત્યારે સાથે દયા હોય છે જ; તે માટે દયામય ધર્મ છે એ પ્રથમ યતિધર્મ છે. –૧૧ થી ૧૫ વિનયને વશ છે ગુણ સવે, તે તો માર્દવને આયત્ત રે; જેહને માર્દવ મન વયે, તેણે સવિ ગુણ સંપન્ન રે. તે સં. ૧૬ આર્જવ વિણુ નવિ શુદ્ધ છે, નવિ ધર્મ આરાધે અશુદ્ધ રે; ધર્મ વિના નવિ મોક્ષ છે, તેણે ઋજુ ભાવી હોય બુદ્ધ રે. તે સં. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy