SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચોથે. ૨૧૮ સુણુવા વછે ધર્મ તે, ગુરૂ સન્મુખ સુવિનિત; ગુરૂ પણ તેહને દેશના, દે નય સમય અધિત. અર્થ ઉપર પ્રમાણે સત્કાર્યો કરી શ્રીપાલ મહારાજા સમયને સફળ કરે છે, એવા સમય દરમ્યાન અજિતસેન રાજર્ષિ ભૂમિતળને વિષે વિહાર કરતા, તેમને શુદ્ધ ચારિત્રની અંદર શુધ્ધ પરિણામ રહેવાના સબળ કારણને લીધે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેઓ ચંપાનગરીના ઉદ્યાનમાં વિચરતા વિચરતા પધાર્યા, અને વનપાલક મારફત તેમનાં પવિત્ર પગલાં થયાની ખુશ ખબર મળતાં શ્રીપાલ મહારાજાનાં અત્યંત હર્ષના ઉલ્લાસ વડે રોમાંચ ખડાં થઈ આવ્યાં અને અતિ હર્ષિત થયા કે તરત માતુશ્રી તથા રાઓ સહિત રાજર્ષિને વાંદવા માટે શ્રીપાલમહારાજા તે ઉદ્યાનમાં જઈ પહોંચ્યા, અને મુનિરાજના ચરણકમળને વિધિવત્ પ્રદક્ષિણપૂર્વક વંદના કરી ધર્મશાસ્ત્ર સાંભળવા માટે બેઠા. શ્રીપાલ મહારાજા વિનીતપણુ સહિત ગુરૂશ્રીના સન્મુખ ધર્મદેશના સાંભળવાને ઈચ્છા રાખતા હોવાથી ગુરૂશ્રીએ પણ નિશ્ચય, વ્યવહાર, અને નયે કરી યુકત, તેમ જ નય ઉપનય યુકત સિધ્ધાંતને આધિન થઈ ધર્મદેશના દેવી શરૂ કરી. –૧ થી ૪ હાળ સાતમી–હરિતનાગપુર વર ભલું—એ દેશી. પ્રાણી વાણી જિન તણી, તુહે ઘારે ચિત્ત મઝાર રે, મોહે મૂંઝયા મત ફિરો, મોહ મૂકે સુખ નિરધાર રે; મેહ મૂકે સુખ નિરધાર, સંવેગ ગુણ પાલીયે પુણ્યવંત રે, પુણ્યવંત અનંત વિજ્ઞાન, વદે ઈમ કેવલી ભગવંત રે. દશ દષ્ટાંતે દોહિલ, માનવભવ તે પણ લદ્ધ રે; આર્ય ક્ષેત્રે જન્મ જે તે દુર્લભ સુકૃત સંબંધ રે. તે સંવેગ ર - આર્ય ક્ષેત્રે જનમ હુએ, પણ ઉત્તમ કુલ તે દુર્લભ રે; - વ્યાધ્રાદિક કુલે ઉપનો, શું આર્ય જ ક્ષેત્ર અચંભ રે, શું સંવેગ૩ . કુલ પામે પણ દુલ્લાહ, રૂપ આરેગ આઉ સમાજ રે; રોગી રૂપરહિત ઘણા હીણ આઉ દીસે છે આજ રે. હીટ સંવેગ. ૪ તે સવિ પામે પણ સહિ, દુલહે છે સુગુરૂ સંગ રે; - સઘલે ક્ષેત્રે નહિં સદા, મુનિ પામીજે શુભ યોગ રે. મુક સંવેગ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy