________________
૨૧૮
શ્રીપાળ રાજાને રાસ. હતે; કેમકે ત્યાં જે જોઈએ તે વસ્તુ હાજર હોવાથી તેની પાસે પિતાનું દુઃખ દૂર કરી સુખ મેળવવાની યાચના કરનાર કેઈ ન હતાં, એમ માની કલ્પવૃક્ષો પિતાને આદર થવા માટે જ્યાં કેઈ તેમને ન દેખી શકે, ન તેમનું કેઈ નામ જાણી શકે ને ન કોઈને ગમ પડી શકે ત્યાં સંતાઈ ઉત્તમ તપસ્યા કરવા લાગ્યાં. એથી તેમને જ્યારે તપસ્યાની સિદ્ધિ મળતાં અદ્ભુત સ્થાન પ્રાપ્ત થયું જણાયું, ત્યારે તેઓ શ્રીપાલરાજાના હાથની આંગળીઓ રૂપે પ્રકટ થયાં અને અથજનોના મનોરથ પૂર્ણ કરવા લાગ્યાં કે જેથી તેમને બહુ ભાવ પૂછાયે. મતલબ એ જ કે શ્રીપાલરાજાના હાથની આંગળીઓ દાન દઈ અથની વાંછના પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન જ હતી, એમ કવિ ઘટના કરે છે. વળી, શ્રીપાળ મહારાજા યશ કીર્તિમાં, તેજ પ્રતાપમાં, અને ગુણેમાં અન્ય સર્વ રાજે. દ્રમાં અગ્રેસર છે. વળી ગિરૂવા, ગુણવંત, મહાન રાજ્યના ભક્તા, શગુનો ક્ષય કરનારા પ્રતાપી છે, કમળપુષ્પ સરખું મહાં જાગ્રતાવસ્થામાં સદા વિકસ્વર જ રહેતા રાજ્યલીલાની હેરને ધારણ કરનારા હતા. શ્રીપાલ રાજાના ગુણ અગણિત છે, માટે શ્રી કવિ કહે છે કે, કેઈ લાખ યેાજનવાળી ઉંચાઈના મેરૂ પર્વતને પિતાની આંગળીઓ વડે દૈવયોગે કે દેવ સહાયથી માપી શકે, ડાભની અણુ વડે દરિયાનું પાણી ઉલેચી તેને ખાલી કરી દે, વાયરે આકાશને ફરસી શકે તેમ જ તારાના સમૂહની કઈ ગણત્રી કરી શકે, એટલા વાને દુષ્કર છે છતાં પણ શ્રીપાલકુંવરને અપાર ગુણની ગણના કોઈ પણ કરી શકે નહીં, તેટલા અસંખ્ય ગુણ પૂર્ણ હતા. (શ્રીયશોવિજયજી કહે છે કે–આ અભંગણે શ્રીપાલ રાસના ચોથા ખંડની છઠ્ઠી ઢાલ યુક્તિ ઉક્તિની (ન્યાય અને કવિની ચતુરાઈ વડે) ઉત્તમ છટાયુક્ત પૂર્ણ થઈ. તે એમ જણાવે છે કે શ્રીનવપદજીના મહિમાના આનંદવડે જ્ઞાનના તરંગ પ્રાપ્ત કરી વિનય સુયશ સુખનો સમાગમ પામે.)
–૧૪ થી ૧૭
દેહા-છંદ.
એહવે રાયઋષિ ભલો, અજિતસેન જસ નામ; એહિનાણુ તસ ઉપન્યું, શુદ્ધ ચરણ પરિણામ. તિણ નગરી તે આવીયે, સુણી આગમન ઉદંત; રોમાંચિત શ્રીપાલ નૃપ, હર્ષિત હુઓ અત્યંત. વંદન નિમિતે આવી, જનની ભજજ સમેત; મુનિ નમિ કરી પ્રદક્ષિણા, બેઠો ધર્મ સંકેત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org