SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શ્રીપાળ રાજાને રાસ. તસ યશ છે ગંગા સારીખે રે લાલ, તિહાં અરિ અપજસ સેવાલ રે, સોભાગી. કપૂર માંહે અંગાર રે, સોભાગી. અરવિંદ માંહે અલિ બાલ રે; સોભાગી. અન્યોન્ય સંયોગ નિહાલરે, સોભાગી. દિયે કવિ ઉપમા તતકાલરે. સોભાગી જ૦૧૩ અર્થ – ત્યારપછી ઉત્તમ વિધિ મુજબ પરમાત્માનાં મંદિરમાં અડ્રાઈઉત્સવની રચનાઓ કરાવી અને મહાન સામગ્રી પૂર્વક ઈષ્ટદેવ શ્રી સિદ્ધચકજીને ઉપકાર જાણે પૂજા કરે છે, કેમકે રાજ્યસંપત્તિ વગેરેનું પામવાપણું તે નવપદજીને પ્રતાપ હતો. આ પ્રમાણે શ્રીપાળમહારાજની વૃત્તિ હોવાથી તેમને તમામ પરિવાર પણ ધર્મિષ્ટ બન્યો હતો તેમ જ સઘળી રાણીઓ વગેરે સ્ત્રીમંડળ પણ ધર્મમાં જ ઉલ્લાસ પામે છે. ત્યારબાદ સ્વર્ગથી પણ વિવાદ-હરીફાઈ કરે તેવાં ઉંચાં અને મહાન શોભાયમાન નવીન જિનમંદિરો બંધાવે છે, અને તે ઉપર ઉત્તમ ધ્વજા ચડાવે છે તેથી તે મંદિરે જાણે ધજારૂપ પિતાની જીભ વડે કરીને ચંદ્રમંડળની અંદરના અમૃતને અવિવાદપણે સુખપૂર્વક સ્વાદ અનુભવતી હોવાથી તે ધજાઓ અમૃત આસ્વાદના પ્રભાવથી મસ્ત-સંજીવન બનતા ગંભીર શબ્દવડે ગાજી રહી હતી. એ ઉબેક્ષા અલંકાર જાણ. અને કુમતિઓ કે જેઓ જિનમંદિરને જિનપ્રતિમાજીને માનતા નથી તેઓના ઉન્માદ મડે છે દૂર કરે છે. વળી, શ્રીપાળ મહારાજાએ પોતાના રાજ્યની અંદર અમારી પડતું વજડાવી જાહેર કર્યું કે કઈ પણ મનુષ્ય કેઈ પણ જીવને દુઃખ દેશે કે મરણ નિપજાવશે તે બેશક તે મનુષ્ય સખ્ત શિક્ષાને પાત્ર થશે.” એ ઢઢરે પીટાવી જીવોને અભયદાન આપ્યું. તેમ જ અથી જનોને અનેક પ્રકારનાં દાન આપ્યાં. સારા પવિત્ર જનને વસ્ત્ર–પાત્ર-અન્ન-પુરતક વગેરે જે જે વસ્તુની જરૂર જણાઈ તે તે વસ્તુઓ આપી કરૂણ ભાવના અમલમાં લાવી સર્વ ધર્મ સંબંધી વિવેક સાચવ્યા, અને શુદ્ધ દેવરત્ન, શુદ્ધ ગુરૂન્ન અને શુદ્ધ ધર્મરત્ન એ ત્રણ રત્નરૂપ સમકિતની ટેક રાખી. તથા પ્રજાને પાળવામાં ન્યાયી રાજા રામચંદ્રજીની પેઠે સર્વ રીતે ન્યાયી કહેવાઈ ઉત્તમ ન્યાયી બિરદ મેળવ્યું. એથી એ જમાનાની અંદર શ્રીપાલ મહારાજા ન્યાયરૂપ ઉજવળ રાજહંસ સરખા ગણાયા અને બીજા રાજાઓ અન્યાયી હોવાથી કીચડભક્ષી પેટ ભરનારા દેડકા રૂપ ગણાયા. કવિ કહે છે કે શ્રીપાળમહારાજાએ એક આશ્ચર્ય ઉત્પન્ન કર્યું કે–અગાઉના વખતની અંદર કરણાદિક કેટલાક મહાન શુરવીર-દાનવીર—ધર્મવીર–ત્યાગવીર વૈભવવીર અને ગુણવીર વડે પૂર્ણ પ્રખ્યાતિ મેળવી સુર લેકને પ્રિય થઈ પડતાં તેઓ તે લેકના મનરૂપી છુપા કેદખાનામાં જાણે કેદી બની રહ્યા હોય નહિ? તેવા તે રાજાએના ગુણને, શ્રીપાલ મહારાજે પિતાના અભુત અને અપાર ચરિત્ર-ગુણે વડે જગતમાં ગુણના વીરરૂપ નીવડી ભૂલાવી દીધા. એથી લેકે તે રાજાઓને યાદીમાં ન રાખતાં શ્રીપાલ રાજાને જ તેને યશસ્વીપણાથી હૃદયમાં રાખવા લાગ્યા. મતલબ એ જ કે અગાઉના રાજાઓ કરતાં દાનમાં, યશમાં, વીરતા–ધીરતામાં અને ધર્મ નિયમમાં વિશેષ ઉન્નત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy