SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાનો રાસ. સુંદરીઓને મેં ક્યારે પેદા કરી હશે! એવી સુંદર સુંદરીઓ પવિત્ર મનથી મંગળ ગીત ગાતી હતી. આવાં ઠાડવાળી ચંપાનગરીના વર્ણન પરથી અહિં દ્રષ્ટાંત કહેવામાં આવે છે કે-ઇંદ્રપુરીએ, જેમ કે ઈ મનુષ્ય તપ, જપ વગેરે આદરી કોઈ પણ સાહસ બળ વડે સારી જગા મેળવવા કે મનકામનાને સફલ કરવા ધારે છે, તેમ સાહસ વડે ઉંચી જગા મેળવવા અહંકારરૂપ હર્ષ ધરીને આનંદ સમુદ્રમાં પડતું મહેશું. કેમકે તે સ્વર્ગ કરતાં પણ વધારે કર્તિવાળી જગાનું માન મેળવવા માંગતી હતી. જેથી તેવું સાહસ કર્યું હતું તે સફળ થયું અને તે પડતું મહેલી દેવા પાછી ચંપાનગરીરૂપે પ્રકટ થઈ અને ત્યાં પિતાના કુળનો ઉદ્ધાર કરનાર શ્રીપાલ રાજારૂપ ઈદ્રિ પેદા થયો. મતલબ કે એ વખતે ચંપાનગરી ઇંદ્રિપુરીથી વિશેષ ભાવંત બની હતી. –૧ થી ૩ મોતીય થલ ભરી કરી રે લાલ, વધારે નર ને નાર રે, સેભાગી. કર કંકણના રણકાર રે, સોભાગી. પગ ઝાંઝરનો ઝમકાર રે; ભાગી. કટિ મેખલના પલકાર રે, સેભાગી. વાજે માદલને કાર રે. સો. જય૦ ૪ સકલ નરેસર તિહાં મલી રે લોલ, અભિષેક કરે ફરી તાસ રે, સોભાગી. પિતૃપ થાપે ઉલ્લાસ રે, મયણા અભિપક વિશેષ રે; સોભાગી. લઘુપટ્ટે આઠ જે શેષ રે, સોભાગી. કીધો જે સીધો ઉદ્દેશ રે. સોભાગી. જય૦ ૫ અર્થ: –તેમજ શ્રેષ્ઠ સુંદરીઓ હાથના કંકણને રણકાર, પગના ઝાંઝરનો ઝણકાર અને કેડમાંના કંદરાની ઘુઘરીઓનો ઘમકાર, પખાજના ધમપ ધમય ધકાર શબદ કરતી મોતઓન થાળ ભરી ભરી શ્રીપાલ મહારાજાને તે મોતીઓથી વધાવતી હતી. આ પ્રમાણે પ્રવેશોત્સવ સહિત શ્રીપાલરાજા રાજગઢમાં પહોંચ્યા એટલે પોતાની સાથેના બધા રાજાએએ મળી તેમને ફરીથી રાજ્યાભિષેક કરી તેમના પિતાની જગાદી પર રાજતિલક રાજ્યાભિષેક કરી નમન કર્યું. મયણાસુંદરીને પટરાણીનો અભિષેક કરી તિલક કર્યું અને બાકીની આઠે રાણીઓને પણ રાણીપદનો અભિષેક કર્યો. આ મુજબ શ્રીપાલરાજાએ પ્રથમ વિચાર દર્શાવ્યો હતો કે “આપ પરાક્રમ જિહાં નહીં, તે આવે કુણુ કાજ, તેહ ભણ અમે ચાલીશું, જેશું દેશ વિદેશ; ભુજબળે લખમી લહી, કરશું સફળ વિશેષ– એ ઉદેશ પાર પાડી પિતાના ભુજબળથી રાજ લઈને તે સર્વ કાર્ય સિદ્ધ કરી બતાવ્યું. –૪ થી ૫ એક મંત્રી મતિસાગરૂ રે લાલ, તીન ઘવલતણા જે મિત્ત રે, સોભાગી. એ ચારે મંત્રી પવિત્ત રે, સોભાગી. શ્રીપાલ કરે શુભ ચિત્ત રે; સોભાગી. એ તો તેજે હુ આદિત્ત રે, સોભાગી. ખરચે બહુલું નિજ વિત્ત રે. સો જ૦ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy