SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચે. ર૧૧ દશાથી દૂર કરી સ્વભાવ દશાની અંદર સ્થિત કરે છે, તે પણ કેવળ જ્ઞાન-દર્શન ચારિત્ર રૂપ આત્માના મૂળ ધર્મને જ એકાંતપણે કાયમ કરી આત્મગષણ કરે છે જેથી આત્મદર્શી છે. પુનઃ આપ શાંત રસને સમીપ કરી ખેટાદિક દેષને દૂર કરી કેવળ ઉપશમરસરૂપ વરસાદને વર્ષોથી આત્મિક ગુણરૂપ બગીચાને સીંચી રહ્યા છો, જેથી તે બગીચો પુણ્યયુક્ત સારા દેખાવવાળા ફુલ ફળ રસયુક્ત બન્યા છે. તેમજ છઠ્ઠા અપ્રમત્ત ગુણઠાણે અને સાતમા પ્રમત્ત ગુણઠાણે જ ચારિત્રવંત સાધુ સ્થિતિ કરી શકે છે, પરંતુ આપે તો. ઉપયોગયુક્ત અદ્વિતીય એકલા સાતમા ગુણઠાણાને જ ભાવ ગ્રહણ કર્યો છે. એટલે કેઘણા સાધુજને અંતર્મુહૂર્ત પ્રમાણુ પ્રમત્ત–પ્રમાદી નામના છઠ્ઠા ગુણઠાણે રહી વળી અંતમુહૂર્ત-અપ્રમાદિ ગુણઠાણે રહે છે. તેમાં પણ જે સાધુ લઘુ જઘન્ય અંતમુહૂર્ત કાળ પ્રમાણ છટ્ટ ગુણઠાણે રહીને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ સાતમે ગુણઠાણે રહે છે, તે સાતમે ગુણઠાણે જ વિશેષ વખતે રહ્યા કહેવાય; માટે આપ પણ સાતમે ગુણઠાણે જ વિશેષ સમય અપ્રમાદિપણથી જ રહે છે, જેથી સાતમા ગુણઠાણાને જ અંગિકાર કરનારા, છે. જઘન્ય અંતમુહૂર્ત તે નવ સમયનું જ છે. તથા ઉન્હેં બે ઘડીમાં એક સમય ઓછા પ્રમાણનું છે. અને મધ્યમ તો અંતર્મુહૂર્તને અસંખ્યાતા વિકલ્પનું હોય છે. વળી, હે શ્રષિરાજજી! આપના સ્વરૂપની કોઈને ગમ નથી, એથી આપ અગમ છો. વળી, આપના આત્માના અધ્યવસાય ચર્મચક્ષુવંતને ગોચર ન થઈ શકે તેવા છે એથી આપ અગોચર છે. પુનઃ આપનું ચારિત્ર નિશ્ચયથી છે, એથી આપ નિશ્ચય રૂપ છે. તેમ જ પાંચે ઈદ્રિયોને સંવરી (કન્સામાં રાખી) છે, હવે નવા કર્મ આપને બાંધવા નથી, પરંતુ જે મૂળમાં છે તેને લય કરશે એથી આપ સંવરરૂપ છે. હે મહદાત્મન ! તૃષ્ણારૂપ તરશનો આપના ચિત્ત રવિનામાં પણ કદી સ્પર્શ કર્યો નથી, એટલે કે કર્મને વધારનારી તૃષ્ણાને તો આપે પહેલેથી જ વશ કરી રાખી છે જેથી તે આપની ઇચ્છિત વૃત્તિને આધીન થઈ રહેલી છે. વળી, હે મુની ! આપની બહારના દેખાવથી મુખ શરીર વગેરેની મુદ્રા (દેખાવ, સુંદર છે એથી આપની મુદ્રા સારા ગુણોની ઇંદ્ર છે, કેમકે સંસારી જીવ જે પહેલેથી ચેથા ગુણઠાણુ લગીના હોય છે તે જીવોમાં પણ ઘણા ગુણ હોય છે, પરંતુ આપે તે છઠ્ઠા સાતમા ગુણઠાણાએ સ્થિતિ કરી છે, માટે તે ગુણઠાણું પ્રમાણે જ આપનામાં સારા ગુણો હોય એ સ્વાભાવિક જ છે. એથી આ આપની સુંદર દેખાવવાળી ઉપરની મુદ્રા જ અમને આપને અંતરની પણ અત્યંત અનુપમ ઉપશમ (શાંત રસમય) લીલાની પ્રતીતિ કરાવી રહેલ છે, કે આપને દેખાવ જે ઉપરથી સુંદર શાંતરસમય છે તે જ અંદરથી પણ મહાન અનુપમ ઉપશમ રસમય છે. કદાચ કોઈ પૂછે કે-ઉપરને સારો દેખાવ જોતાં અંદર પણ શુભ પરિણામવંત હશે એવું કેમ કહી શકાય ? કેમકે ઘણા જણના બાહ્ય આડંબર આનંદ આપે તેવા હોય અને અંદર આડંબર દૂષિત હોય છે. તે એ પ્રશ્ન કરનારને ઉત્તર આપે છે કે-જે ઝાડના થડની પિલાણના વચમાં જે અગ્નિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy