SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાને રાસ. તેથી હવે કશી વાંછા રહી જ નથી. વળી આપે પુગળ અને આત્માને પિતપોતાના લક્ષવડે ઓળખી લેવાથી અલગ અલગ પક્ષથી સ્થાપન કરેલા છે એટલે કે પૂરણ, ગલન છે સ્વભાવ જેને (સડન, પડણુ, વિધ્વંસન સ્વભાવવાળે) પુગળ વિનાશવાન છે, અને આત્મા અમરત્વ-અવિનાશી છે, તે બન્નેનાં લક્ષણ ઓળખી લઈ બંનેમાં ભિન્ન પણું છે એવું જાણી જુદા જુદા સ્થાપી રાખ્યા છે. હે પ્રભે ! ભૂખ-તરસ-તાપ-તાઢ વગેરે બાવીશ પરિસહ (કચ્છ)ની ફોજ આવી નડતાં આપે તેથી સહજપણે સંયમ માર્ગે દેરાઈ બચાવ કરી લીધે; પરંતુ તે પરિસિહની ફેજથી ડરીને આપ પાછા ભાગ્યા નહીં; એટલું જ નહીં પણ લગારે તેનો ભય પણ ન ગયે, ઉલટા આપ તે સંયમ માર્ગમાં મગ્ન થઈ રહ્યા તે એવી રીતે કે-જેમ લડાઈના મેદાનમાં મસ્ત હાથી એક જ છતાં પણ અડગ થઈમ-રહે છે. અર્થાત્ લડાઈના મેદાનમાંથી હજારો તોપગોળા વગેરેના પ્રહાર આવી પડે, તથાપિ મુકરર કરેલી જગથી તલપુર પણ પાછો પડતો નથી, તેમ આપ પણ પરિસહથી ન ડરતાં અડગતા પૂર્વક સંયમ પંથમાં લાગી રહ્યા છે, એથી આપ ધીર છે. ઉપસર્ગના વર્ગથી એટલે કે જે સ્ત્રીના હાવ, જાવ, હાર, કટાક્ષ, વિલાસાદિ વિષયની માગણી વગેરેથી હરકત થાય તે, અનુલેમ ઉપસર્ગ અને જે વિવિધ જાતના તાડન તર્જના મારફાડ વગેરે વગેરેના કરવાથી હરકત નડે તે, પ્રતિમ એમ બે પ્રકારે ઉપસર્ગ કહેવાય છે, તે એવા ઉપસર્ગના સમૂહે આપને મોક્ષ માર્ગમાં નડતર કરી, છતાં પણ તે ઉપસર્ગના ફંદામાં આપ સપડાયા નહી જેથી આપને ખચિત ધન્યવાદ છે! અને મિક્ષ સુખના અભિલાષી હોવાથી સંસારને પણ દુઃખમય જાણે છે. હે પુનિતાત્મા ! આપને મેક્ષ માર્ગે જવા માટે આત્માના શુભ અધ્યવસાય પ્રવર્તતા એ માર્ગગમન અંદર રાગ ઠેષ રૂપ બેઉ ચરોએ ઉઠી મહા કઠણ ભવભ્રમણારૂપ રસ્તે દેરી જવાની વિચારણા કરી, કેમકે એ બંને ચાર કષાયના મૂળ છે, ક્રોધ અને માનને જન્મ આપનાર દ્વેષ છે, અને માયા તથા લોભને જન્મ આપનાર રાગ છે, તે રાગ દ્વેષે જાણ્યું કે આ જીવ સંસારની અંદરના આપણામાંથી અલગ થઈ જાય છે, એ કારણને લીધે તેઓ તેને પાછા ખેંચી લાવવા ઉઠયા, તથાપિ આપે આત્મ પરિણામ વડે વિમળ ધારાવત્ ધેર્યરૂપ વજના દંડવડે કરી અપૂર્વ તેજ વડે તેને સખ્ત ફટકે માર્યો તેથી તેઓ જીવ લઈ નાશી ગયા. વળી અપાર સંસાર સમુદ્રને કોઈની પણ મદદ લીધા વિના પિતાના ભુજબળ વડે તરીને પેલે પાર જતાં ઘણાં (ગણત્રી વિનાને સંસાર સમુદ્રના) માર્ગો છે તે આપની દષ્ટિએ પડ્યા હવે કયો રસ્તો હાથ કરવાથી મોક્ષે જઈ શકાય ? તે આપે અધ્યવસાયની સ્થિરતા વડેથી વિચારી જોયું. મનની ચંચળતા હોય ત્યાં લગી ભવાભિનંદીપણું ગણાય; પણ આપે તો મનની ચંચળતાને સ્થિર કરી મન, વચન, કાયા, એ ત્રણેની એકાગ્રતા કરી સમપણે અધ્યવસાય કર્યા જેથી એ ત્રણ યોગ રૂપ સમતા નામની યુગ નાલિકાને ત્યાં જવા માંડી, જે કે બીજા રસ્તા ઘણાએ જણાતા હતા, પરંતુ તે બધા રસ્તાઓને ઉન્માર્ગ જાણી તેઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy