________________
ખંડ ચે.
૨૦૩
વિચાર્યું કામ કર્યું ! પહેલાંથી જ દૂતનું કહેવું ન કર્યું તે મારી પિતાની લાજ રહી નહીં. જે મનુષ્ય પોતાનામાં કેટલી શક્તિ છે તેનું તેલ જાણ્યા વિના બળિયા સાથે બાથ ભીડી લડાઈ વ્હોરે અને હિત ચિંતવનારનાં કહેલાં હિતવચને ન માને તે અબૂઝ મનુષ્ય પોતે પિતાની મેળે જ દરેક કામમાં પાછો પડે છે. અજિતસેન રાજા વિચાર કરે છે કે-ક્યાં હું વૃદ્ધ થયા છતાં સદાથી પરાયે દ્રોહ કરનારો પાપી ! અને ક્યાં આ શ્રીપાલ બાળપણથી હમેશાં પર ઉપકાર કરનારા સ્વભાવવાળે ! એથી કબૂલ જ કરવું પડે છે કે એના બાળપણ ને યુવાનીને ધન્યવાદ છે અને મારા વૃદ્ધપણને ધિકાર છે; કેમકે મુજ વડીલને જે એનું હિત ચિંતવવાની બુદ્ધિ રાખવી જોઈતી હતી તે ઠેઠથી જ ન રાખી શક્યો, અને એ વૈરીપણાને દા ધરાવી વિજયવંત થયા છતાં પણ હજુ કહે છે કે હું તાત ! પૂજ્ય કાકાશ્રી ! આપ આપની ભૂમિ સુખેથી ભેગે અને જરા પણ ખેદ ન કરો–એથી ખચિત મારૂં કર્તવ્ય અનુચિત જ હતું. નીતિશાસ્ત્ર પણ કહે છે કે“જે મનુષ્ય જે ગેત્રમાં પિદા થયા હોય તે ગેત્રીને દ્રોહ કરે તો તે મનુષ્યની સારી કીર્તિ કાયમ રહે નહીં, તેમજ જે રાજદ્રોહ કરે તે નીતિ ઉલ્લંઘનાર ગણાતાં નીતિ ભ્રષ્ટ થઈ શાસનને પાત્ર થાય છે, અને જે બાળકનો દ્રોહ કરે છે તેની સારી ગતિ થતી જ નથી. તો મેં ગેત્રદ્રોહ અને બાળદ્રોહ એ ત્રણે કર્યા છે, તેથી મને હવે હીક લાગે છે કે મારી શી ગતિ થશે ! કેમકે જે કોઈ નીચ જન પણ ન કરે તેવું પાપ મૂખપણાને લીધે મે કઠોર નઠારા ધ્યાન સહિત કર્યું છે, જેથી બહુ પાપ કરનારા આ જીવને નરક વિના બીજે ક્યાંય નિવાસ મળવાનો નથી, પરંતુ મારા જેવા બહુ પાપ કરનારાને પણ નિસ્તાર થવા માટે ફકત-એક શ્રીજિનેશ્વર મહારાજની પ્રરૂપેલી શુદ્ધ જૈનદીક્ષા સહાયતા આપવા સમર્થ છે અને તે નરકે જનારને અટકાવી શકે છે–અર્થાત્ નરકે જવાનાં પાપદળિયાં બાંધનારે પણ જે શુદ્ધ ચારિત્ર અંગીકાર કરે તે બેશક નરકના દળિયાને તોડી નાંખી સદ્ગતિ અને મેક્ષમાં જાય છે. વળી તે ચારિત્ર, દુઃખ રૂપ વેલીના વનને બાળી ભસ્મ કરવા અગ્નિ સમાન છે, ઉપદ્રવ રહિત મોક્ષસ્થળ રૂપ વૃક્ષના મૂળ સમાન છે, ગુણના જથ્થાને રહેવાના મુખ્ય ઘર રૂપ છે, ત્રણે જગતની આપદાને દૂર કરનાર છે, સિદ્ધપદનું આકર્ષણ કરનાર છે, (એટલે કે–ચારિત્રવંત સાતમે આઠમે ગુણસ્થાનકે રહી વિશુદ્ધ, વિશુદ્ધતર અને વિશુદ્ધતમ આત્માના અધ્યવસાય વેગ વડે બંધ, ઉદય, ઉદીરણા, ને સત્તાની કર્મપ્રકૃતિ છેદીને નવમે ગુણ સ્થાનકે ક્ષપકશ્રેણી માંડીને ઘનઘાતી ચારે કર્મ ખપાવી તેરમે ગુણસ્થાનકે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધિપદ મેળવે છે, તેમાં કેઈક ચારિત્રવંત અંતર્મુહૂર્તમાં પણ મેક્ષ મેળવે અને કેઈક આયુષ્યકર્મ ક્ષય થયે મોક્ષ મેળવે માટે જ ચારિત્ર સિદ્ધિપદને આકર્ષનાર છે). સંસારને અંત કરનાર છે. કોધ-માન-માયા -લેભ રૂપ કષાય પર્વતને તોડવા વા સમાન છે, અને હાસ્યાદિક નવ નકષાય રૂપ દવને ઓલવવા મેઘ સમાન છે.” આ પ્રમાણે અજિતસેન રાજા ચારિત્રપદના ગુણ ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org