SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચે. કેઈ ભટ ભારપરે સિસ પરિહાર કરી, રણરસિક અધિક જૂઝે કબધે પૂર્ણ સંકેત હિત હેત જય જ્ય, નૃત્ય મનુ કરત સંગીતબદ્ધ. ચં. ૧૪ ભૂરિ રણતર પૂરે ગયણ ગન ગડગડે, રથ સબલ શૂર ચકચૂર ભાંજે; વીર હકકાય ગય હય પૂલે ચિહું દિશે, જે હુવે શૂર તસ કેણુ ગજે. ચં. ૧૫ તેહ ખિણમાં હુઈ રણ મહી ઘોરતર, રૂધિર કમ ભરી અંતપુરી; પ્રીતિ હુઈ પૂર્ણ થંતરતણું દેવને, સુભટને હોંશ નવિ રહી અધૂરી. ચં. ૧૬ અર્થ–સાર એ જ કે ધૂળના ઉડવાથી સૂર્ય પણ દેખાતો નહોતો. આવા તુમુલ યુદ્ધમાં કેટલાક વીર પુરૂષે તો વિશેષ વીરવેશથી લડતા અને ધડથી માથું હું થયાં છતાં પણ ધડથી જ લડી હજારેને ઘાણ કહાડતા હતા. પણ તે વિષે કવિ ઉસ્પેક્ષા કરે છે કે તે વીરાનાં માથાં કેઈએ કાપ્યાં નથી, પરંતુ પોતે પિતાના હાથે જ પોતાના માથાને કાપી નાખ્યાં હતાં; કેમકે ભાર વધારે હોવાથી છુટા મનથી લડવું ફાવતું ન હતું માટે જે ભાર ઓછો થયે તે ખરે એમ માની તે વીરાએ માથાં ધડથી જુદાં કરી દીધેલ હતાં અને તે પછી વીરત્વના–તામસી પ્રકૃતિના પરમાણું રજકણથી પૂર્ણ રહેલાં રણરસિયાં પડે આમથી તેમ ઘમી આંધળી કરી મારું પરાયું વિચાર્યા વિના કાપાકાપી કરી રહ્યાં હતાં ! અને તેમાં પણ એક રાકેત પૂર્ણ થયે હતો તે સબબને લીધે તે ધડે પૂર જુસ્સા સાથે રોળ વાળી રહ્યાં હતાં તે સંકેત એ જ હતો કે, જે વખતે લડાઈ મચાવવા તે લડવૈયાઓ એકઠા થયા હતા તે વખતે એ ઠરાવ કર્યો હતો કે-શત્રુને હરાવી જીત મેળવવી. અથવા પોતાના પ્રાણની આહૂતી આપીને પણ શૂરાનું નામ જાળવવું કે બેસુમાર લડવૈયાઓને ઘાણ કહાડી શબની શય્યા પર અનિવાર્ય નિદ્રાને તાબે થવું-એ સંકેત પૂર્ણ થયે તે સબબને માટે જય જય શબ્દ કરી ધડ લડે છે. તેમ જ આમથી તેમ ઘૂમે છે જે માટે પણ એમ જ મનાય છે કે તે ધડ ઘૂમતું નથી; પણ યુદ્ધ કરી વીરતાની સાચી કસોટીએ શુદ્ધ સુવર્ણ નીવડ્યું–જય પામ્યું એના લીધે હર્ષ વધી જતાં જય જય શબ્દ સહિત સંગીતબદ્ધ નાચ કરી રહ્યું છે ! આવા વીર લડવૈયાઓ, ઘણાં જ રણદૂર ( રણસીંગ, શરણાઈ, ઢેલ, નોબત) વગેરે વીર વાજીના શબ્દ સમૂહ વડે આકાશ ગાજી રહ્યું છે તેથી રણમત્ત થઈ સબળતાથી સામા પક્ષવાળાના રથેનો ફક્ત એક મૂકી કે પાદુથી જ ભાંગીને ભૂકે કરી નાખતા હતા અને વિરહાક (સિંહ સરખે તાડુકે) કરી અધિક બળને ગર્વ રાખી એક વીર બીજા વીરને લલકારી ઉશ્કેરતા હતા અને કહેતા હતા કે—જે બરડાનો ભાર ઓછો કરવા ચાહત હો તે મારી સામે આવ! ઘણા વખતથી હું તારી જ રાહ જોઉં છું કે ક્યારે આવે ! વગેરે મર્મભેદક વચનો કહેતા હતા. તે વીર હાક સાંભળીને લડાઈમાં સામેલ રાખેલા હાથી, ઘોડાઓ આમથી તેમ ડરી ચીસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy