SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રીપાળ રાજાનો રાસ. બન્યા છે તે કહી બતાવે છે.) જેમ તરતને બનાવેલો દારૂ પીવાથી પીનાર કેફમાં તરત જ મસ્ત બનતાં પ્રાણ હાનીની પણ પરવા વિના બની જાય છે, તેમ ભાટ-ચારણકવિયોની તરતની રચી લીધેલી બિરૂદાવળી વંશાવળીને વીરત્વ દર્શાવ્યા સંબંધની (ગીતપદ-કાવ્ય) કે જે દગ્ધાક્ષરાદિ દેષ વગરની તે બંદીજન-કવિજનના મુખથી વીરધ્વનિમય બોલાતી હોવાને લીધે જે જે વીરાના કુળ વંશ કાર્યની પ્રશંસા જાહેર કરવામાં આવતી હતી, તે તે વીર તાજા ખીંચેલા દારૂના પીવાની પેઠે પ્રાણની પરવાહ વિનાના બની વિશેષ રણમત્ત થઈ શત્રુની ફોજની ખેજ-ખળ કર્યા વગર મેજ સાથે તેમાં એકદમ ધસારા સાથે ઘુસી જઈ ધમાલ મચાવવા લાગ્યા હતા. એટલે કે કવિતારૂપી તાજા દારૂને કેફ ચડવાથી મદમત્ત થએલા વીરા એ પણ નથી જાણતા કે દુશ્મનના લશ્કરનાં માણસો ઘણાં છે જેથી હું તે સામે નહીં ફાવી શકું ! અથવા તે મને ઘેરીને મારી નાખશે, એવી જરાપણ ચિંતા ન રાખતા મેજ સાથે સામા લશ્કરમાં ગુસ્સા અને અભિમાન સાથે એકદમ તાકીદથી પરાક્રમસિહ ધસીને-ઘુસી જઈને શત્રુઓ સાથે હાથે હાથની કાપાકાપી ચલાવવા લાગ્યા હતા અને બાબાથ થઈ ગયા હતા. એ મહાયુદ્ધમાં હાથી સવારે સાથે હાથીસવારો, ઘોડેસવારો સાથે ઘોડેસવાર, રથવાળાઓ અને પેદળ સાથે પદળ તથા બરોબરીઆ બળ અને પદવીવાળાઓ પૂર રેષ, જેશ અને ઉત્સાહથી લડતા હતા. તેમાં તરવારવાળા સાથે તરવારવાળા, બરછીવાળા સાથે બરછીવાળા, બંદુકેવાળા સાથે બંદુકેવાળા, કટારી જમૈઓવાળા સાથે કટારી જેમ આવાળા અને ધનુષતીરવાળા આમ સરખેસરખી સ્થિતિવાળા લડતા હતા. કેઈ વીરના બીજા વીરનરને ચેતાવી ઝપટ સાથે તેનું ખડગવતે માથું ધડથી જુદું કરી દેતા હતા. પરંતુ તે વીરમસ્તક ધડથી જ થયા છતાં પણ વીરતાના પરમાણુઓથી ભરપૂર હોવાના બળને લીધે વેગ સહિત આકાશમાં ઉછળતું હતું, તે મસ્તક વાળનો જથે વાયુ વડે વિખાઈ જવાથી વિકરાળ છતાં શામ રંગનું જણાતું હોવાના સબબે કવિ ઉસ્પેક્ષાવડે ઉક્તિ કરે છે કે-વાહન અને લડવૈયાઓના પગરવટથી ધૂળ ઉડતાં સૂર્ય દેખાતું ન હતું. -૮ થી ૧૨ વાલ વિકરાલ કરવાલ હત સુભટશર, વેગ ઉચ્છલિત રવિ રાહુ માને; ધૂલિ ઘેરણ મિલિત ગગન ગંગાકમલ કોટિ અંતરીત રથ રહત છને. ચં) ૧૩ અર્થ –પરંતુ હું તો માનું છું કે તે સૂર્ય તે વેગવાળા વિકરાળ શામ મસ્તકના દેખવાથી તે મસ્તકને સૂર્ય રાહ માની મને ગ્રાસવા આવે છે એવી ભીતિને લીધે પિબારા ગણી યુદ્ધની પગરવટથી ઉડેલી ધૂળના જથ્થા વડે આકાશગંગામાં રહેલાં જે કરે કમબોને જ ઢંકાઈ ગયે હતો તે કમળકાળના ઢંકાયેલા જથ્થાની પિલાણમાં સૂર્ય પિતાના રથ સહિત સંતાઈ રહ્યો હતો. –૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy