SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચે. ૧૯૭૧ કુલીનતાની યેગ્યતાને ખ્યાલ કરી, ખાસ બળ બતાવી અન્નદાતાને અત્યાનંદ સાથ વિજય અપાવે જ યેગ્ય છે એમ માની, ભારે પરાક્રમ સહિત લડાઈને બૃહ તોડવામાં બારીકીથી મન લગાડયું. તથા અમલને અમલ કાયમ રહેવા અમલ કસુંબા પીને મુંઝવણ વગર રણમેદાનમાં ઘૂમવું શરૂ કર્યું. કવિ અહિં વર્ણન કહી બતાવે છે કે-જેમ વર્ષાદ વર્ષવા વખતે કાળી ઘટામાંથી જળબુંદ ધારાની ઝડી લાગી રહે છે, તેમ કૃષ્ણ લેફ્સાવંત અને કૃષ્ણ રંગનાં બખ્તર ટોપાદિ ધારણ કરેલ હોવાથી તે કાળાં વાદળાંવાળા મેઘ જેવા બની અંતર રહિત તીરની ઝડી વર્ષાવી રહ્યા હતા. વર્ષાદ વખતે જેમ ધોળાં બગલાં ઉડે છે, તેમ તે લડાઈના મેદાનમાં ધેળાં નેજાંવાળા વીરનરે શુરતા સાથે આમ તેમ દેડી પિતાપિતાના દળવાળા અમલદારોને લડાઈ સંબંધી સંજ્ઞા વડે જાણ કરી રહેલ છે તે બગ પંક્તિરૂપ છે. જેમ વર્ષાદ વખતે ગાજવિજ થાય છે તેમ તે લડાઈમાં તાપ બંદુકેને થત ભારે ગડુડાટ તથા ચતુરંગી સેનાના પગરવ ને શબ્દના ઘંઘાટના પડદે ગાજી રહેલ છે, અને ચક ચકિત કરેલ તરવાર, ભાલા, બરછી વગેરેની ઉપર પડતા સૂર્ય કિર થી થતાં ચમકારા રૂપી વીજળી ચમકી રહેલ છે આથી વર્ષાદ વર્ષવાનો સમય અને એ લડાઈ ચાલતાને સમય સરખે માલમ પડે છે, (વર્ષાદ વખતે પાણીના પડવાથી ગારો તથા પાણીનું વહેવું થાય છે તેની જગાએ એ લડાઈમાં રોળ વળવાથી કેણ કોણ રાજી થતા હતાં? તે આગળ કહેવામાં આવશે. હવે તોપમાંથી છૂટતા ગેળાઓ કેવા પ્રલયકારી છે તે વિષે કવિ ઉüક્ષા અલંકારથી વર્ણન કરે છે કે, જે તોપ ગેળા તોપમાંથી છૂટી ઉછળી રહ્યા હતા તે આ બ્રહ્માંડરૂપી વાસણના પણ સેંકડો કકડા કરી નાખે તેવા પ્રલયકારી હતા, તથા તે અગ્નિના ભયંકર તણખા વર્ષાવતા અને સંગ્રામમાં તન્મય રેષથી ભરેલા લાલચેલ બનેલ હોવાથી શત્રુને સંહાર કરવામાં યમરાજના ડોળારૂપ જ હોયની? તેવા લાગતા હતા. કેમકે યમની નજર પણ જે પ્રાણી પર પડી તે પ્રાણને તે પિતાના ધામમાં જ લઈ જાય છે, અને એ તોપગોળાએ પણ જેના પર પડે તે પ્રાણ પણ યમ ધામને જ ભેટતા હતા, જેથી હું માનું છું કે તે ગોળાઓ નહીં પણ યમના ડોળા જ એ ખ્યાલ કરાવતા હતા. (હવે તે રણમેદાનની અંદર વીર દ્ધાએ કેવી લઘુ લાઘવી કળાવાળા કેવા ભુજાળી અને કેવા પરાક્રમી હતા તે બતાવે છે.) તે સમરાંગણમાં કેઈક વીર લડવૈયાઓ તે પિતાનાં અદ્ધચંદ્રાકાર બાવડે શત્રુઓનાં માથાં છેદતા હતા, તે કેઈક જણે શત્રુઓનાં ફેકેલા તીવ્ર બાણે પિતાના ભણી આવતાં કે પસાર થઈને જતાં હતાં તે બાણને આવતાં જ ઝડપી લઈ, અથવા તે અધવચથી જ ઝડપી લઈ પાછો તે જ બાણે ધનુષ પર ચડાવી શત્રુઓ ભણી ચલાવી રળ વાળતા હતા. કેઈક વળી તે જ તરવારના એક જ ઝાટકેથી હાથીનાં કુંભસ્થળો કાપી તેમાંનાં મોતી (ત્યાં અગાડી સ્વનિર્મિત વીરેના વીરત્વની નોંધ લેવા આવેલા) બ્રહ્માજીના રથમાં જોડેલા હસેને ચૂગાવવા જ જાણે વેરતા હોયની ? એવો ભાસ થતો હતો. (હવે તે વીર રણુરસથી કેવા મસ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy