SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ શ્રીપાળ રાજાને રાસે. તે હતા જ અને તેમાં વળી ઉકિત-પ્રયુકિતવાળાં વચનો કાને પડવાનો સંગ મળે તે તેજી ઘોડાને ચાબુક ચમકાવવા સરખો બનાવ બન્યું એટલે પછી વીરત્વતા ઝળકયામાં કશી ખામી રહી નહીં. તેઓનાં રૂંવાડાં અવળાં થઈ જવા લાગ્યા, શરીરમાં લેહી ઉકળવાથી શરીરનો વર્ણ લાલાશવંત જણાવા લાગે અને વિશેષ શબ્દોમાં કહિયે તે તેમને હંમેશ સુંદર ચહેરે બદલાઈ તાપવંત ક્રૂર વીર શહેર બની રહ્યો. જેથી રાત વીતી ક્યારે સૂર્ય ઉગે ને રણમાં ઘૂમવાને લાગ હાથ લાગે એ જ વિચારમાં તેઓ લીન બની રહ્યા. કવિ સંભાવના કરે છે કે–સૂર્ય પહેલા વિચાર્યું હતું કે બન્ને રાજાનાં લશ્કરની સંધિ થઈ જશે, પરંતુ તેમ તે થયું નહિ. તેઓ તો પિતતાના શત્રુને સંહાર કરવામાં તત્પર થયા. એ જઈ સૂર્યો પણ પિતાના શત્રુ અંધકાર સમૂહનો અંત આણવા નિષધ પર્વતના ફૂટાંતરે રહી કૂરતા સાથે રકતવણું થઈ પૂર્વ દિશા ભણી રકત કિરણ બતાવ્યાં. –પ થી ૭ રોપી રણથંભ સંરંભ કરી અતિ ઘણ, દેઈ દલ સુભટ તવ સબલ સૂઝે; ભૂમિને ભેગતા જોઈ નિજ યોગ્યતા, અમલ આરોગતા રણ ન મૂઝ. ચં. ૮ નીર જિમ તીર વરસે તદા ધ ઘન, સંચલે બક પરે ધવલ નેજા, ગાજ દલસાજ ઋતુ આઈ પાવસ તણી, વીજ જિમ કુંત ચમકે સતેજા, ચં૦ ભંડ બ્રહ્માંડ શતખંડ જે કરી શકે, ઉછલે તેહવા નાલ ગોલા; વરસતા અગની રણુમન રે ભર્યા, માનું એ યમતણ નયણુ ડોળા. ચં૦ ૧૦ કઈ છેદે શિરે અરિતણું શીર સુભટ, આવતાં કેઈ અરિબાણ ઝાલે; કેઈ અસિછિન્ન કરિકુંભ મુક્તાફલે, બ્રહ્મરથ વિહરમુખ ગ્રાસ ઘાલે. ચં૦ ૧૧ મઘરસ સદ્ય અનવદ્ય કવિ પદ્ય ભર, બંદિજન બિરૂદથી અધિક રસીયા; ખેજ અરિફેજની મોજધરી નવિ કરે, ચમકભર ધમક દે માંહિ ધસીયા.ચં૦ ૧૨ અર્થ-જ્યારે સૂર્યોદય થશે ત્યારે સૂર્ય અને સુભટે બન્ને લાલચોળ દેખાવના બની રહ્યા. શુદ્ધ કરી રાખેલી ભૂમિમાં હદ મુકરર માટે રણથંભ ખડો કર્યો. અને પછી સેનાના બંને તરફથી પિતાપિતાને યોગ્ય લાગતા બૃહ ગોઠવ્યા તથા વીરવાળે અને બંદિજનના વીર વાક્ય વડે રણમત્ત થએલા વીરે પોત પોતાના સ્વામીને વિય કરવા પિતપિતાના સતેજ શસ્ત્ર અસ્ત્ર સહિત, તિપિતાના સ્વામીની જય બોલાવી કે પાપપણે સબળતા પૂર્વક પૂર ધસારા યુકત હલ્લા કરવા રણમેદાનમાં કૂદી, વિધિની સુસ્તી ઉડાવવા લાગ્યા. તેમાં પણ જે અમીર ઉમરા વગેરે ઘણા દિવસોથી ગામ ગ્રાસ ખાતા આવેલ છે તે ઉમરાવો, તથા લશ્કરી અમલદારે તેઓએ પોતપોતાના ગ્રાસ-પગાર-અધિકારને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy