________________
ખંડ ચો.
૧૯૩ ત્યાં પોતાની લશ્કરી છાવણીના ઉચા ને ઉમદા ડેરા તંબુ ખડા કરાવી, શત્રુના આવવાની વાટ જેવા લાગે. દરમ્યાન અજિતસેન પણ બળસહિત લડાઈ કરવા સામે આવી પહોંચે અને તેણે પણ પિતાની છાવણનો પડાવ કર્યો. આમ બંને સિ માંહોમાંહે આવી મલ્યાં કે જે ગર્વ સહિત અને સંગ્રામ કરવાનો અધિક ઉત્સાહ ધરનારા છે. –૧ થી ૩
ઢાળ થી–દેશી કડખાની ચંગ રણ રંગ મંગલ હુઆ અતિ ઘણાં, ભૂરી રણર અવિદૂર વાજે; કેતકી લાખ દેખણુ મલ્યા દેવતા, નાદ દુંદુભિ તણે ગયણ ગાજે. ચં. ૧ ઉગ્રતા કરણ રણભૂમિ તિહાં શોધિયે, રાધિ અવધિ કરી શસ્ત્ર પૂજા; બેધિયે સુભટકુલ વંશ શંસા કરી, યોધિયે કવણુ વિણ તુજજ દૂજા. ચં૦ ૨ ચરચિયે ચારૂ ચંદન રસે સુભટ તન, અરચિયે ચંપકે મુકુટ સીસે; સોહિયે હલ્થ વર વીર વલયે તથા, કલ્પતરૂ પરિ બન્યા સુભટ દીસે. ચં. ૩ કઈ જનની કહે જનક મત લાવે, કોઈ કહે મારું બિરૂદ રાખે; જનક પતિ પુત્ર તિહું વીર જસ ઉજલા સેહિ ધન જગતમાં અણિય આખે.ચં૦ ૪
અર્થ –લડાઈના આરંભનો ઉત્સાહ વધારવા બંદીજને સિંધુડા રાગમાં મનહર રણરંગને ઉત્કર્ષ કરવા માટે મનને અહાન આલ્હાદ ઉપજે, એવાં પુષ્કળ મંગળ ગીતકવિત બોલવા લાગ્યા; કેમકે કાર્યની શરૂઆતમાં ઉત્સાહ અને મંગળની વૃદ્ધિ થવાથી કાર્યસિદ્ધિ થાય છે. એથી મંગળ ગીતો વગેરેને મંગળ વધ્વનિ થવા લાગે, એક જ સ્વરથી મળેલાં રણદૂર, શરણાઈ નોબત વગેરે વિરાજિત્રે ઘણાં જ નજીક પૂરજોશથી વાગવા લાગ્યાં, અને લડાઈને કૌતુક જેવાના અભિલાષી દેવતાઓ પણ પિતપતાના વિમાન સાથે આકાશમાં સ્થિત રહી દુંદુભી વગાડવા લાગ્યા, એથી તે બધાંના નાદ વડે આખું આકાશ મંડળ ગાજી ઉઠ્યું. તેમ જ તે બધાંના નાદે અને લશ્કરી છાવણીમાં લડવૈયાએમાં એક બીજા વચ્ચે લડાઈ કરવાને ઉત્સાહ વધતો ચાલે, હવે અમે લડાઈના મેદાનમાં ઉતરી ખગ લઈ ઘૂમીશું આ નિશ્ચય થતાં મેટાઈ મેળવવાને માટે જે જગાએ જંગ જમાવે છે તે જગમાંથી કચરો, કાંકરા કાંટા વગેરે કહાડી નાખી સાફ કરી ઉંચી નીચી જમીનને સરખી કરી તેઓએ સુંદર બનાવી. તથા પોતપોતાની હદની અંદર પોતપિતાનાં અસ્ત્રશાને ચકચકિત કરી તેમનું ચંદન, પુષ્પ, ધૂપ, દીપ સહિત પૂજન કરવા લાગ્યા. તે પછી તે વીરેને વીરત્વતાને આવેશ લાવવા બિરૂદ બોલનારા ભાટ ચારણો વગેરે તે વીરોના કુળ અને વંશની પ્રશંસા કરવા લાગ્યા. એટલે તું ફલાણુના કુળને 1 સપૂત વીર છે. તારા બાપે અમુક અમુક મહા વીરતાનાં કામે કર્યા હતાં અને વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org