SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાને રાસ. સૈન્ય સાગર સમાન છે તેમાં મારૂં શિન્ય સાથવા સરખું નિર્બળ છે એમ જે તે કહ્યું, પણ તેવા સિન્યવાળા બીજા રાજાઓ જાણવા, મને તો તે સમુદ્ર સરખા લશ્કરને શોષી લેનાર વડવાનળ જે જાણજે. હું તે સાગરસમ સેનાને એક જ ઝપાટે શેષી લેવામાં જરા પણ ઓછાશ રાખીશ નહીં, માટે તું હેલે જઈને તારા રાજાને કહેજે કે હું પણ તારાં પગલાં ચાંપતે જ વેગસહિત લડાઈ કરવા આવું છું. બળની પરીક્ષા લડાઈને મેદાને નમાં કરવી એગ્ય છે. આ વચનમાં વાદ કરવો તે નકામે જ છે; જેની તરવાર તેજ અને વિજયી તેની આ પૃથ્વી છે, પણ બાયલાની નથી અને જેની વિદ્યા સતેજ છે તેની જ દક્ષિણ મેળવવામાં સામર્થ્યતા છે; પણ અભણ અબૂઝતાવાળામાં નથી. અથવા તો તરવારની તાળી પાડી પૃથ્વી મેળવવી ઉત્તમ છે અને દાન વિદ્યાનું સર્વોત્તમ છે, નહીં કે આમ કાલાવાલા કરી પૃથ્વી પાછી મેળવવી ભારૂપ છે! અગર તે ખાંડા વડે કપાતા શિરને સાટે મળનારી પૃથ્વી છે; પણ આમ વાકય પ્રગરૂપ વિદ્યાદાન વડે મળનારી નથી; માટે ઉતરે મેદાનમાં ને જે જિતશે તે પૃથ્વીનો પતિ થશે” આ પ્રમાણે વચન કહી અજિતસેન ચૂપ રહ્યો કે તુરત દૂત નમન કરી ઉજજયની ભણી રવાના થયે. કવિ જસવિજયજી કહે છે કે-આ શ્રીપાલ રાસના ચોથા ખંડમાં ત્રીજી ઢાળ બંગાળ રાગ સહિત પૂર્ણ થઈ તે એ જ જણાવે છે કે જે માનવ શ્રી સિદ્ધચકજીના સત્ય ભાવથી ગુણ ગાય તે માનવ અવશ્ય વિનય સુયશરૂપ સુખ પ્રાપ્ત કરે છે. ૧૧ થી ૧૭ દોહા-છંદ. વચન કહે વયરી તણાં, દૂત જઈ અતિ વેગ; કડુ કાને તે સુણી, હુએ શ્રીપાલ સતેગ. ઉચ્ચ ભૂમિ તટની તટે, તેના કરી ચતુરંગ; ચંપા દિશિ જઈ તિણે દિયા, પટ આવાસ ઉલ્લંગ. સામો આવ્યો સબલ તવ, અજિતસેન નરનાહ; માંહોમાંહિ દલ બિહુ મલ્યાં, સગરવ અધિક ઉત્સાહ. ૩ અર્થ – દૂત બહુ જ ઉતાવળે પંથે પસાર કરી માળવાના પાટનગરમાં જઈ પહોંચે અને શત્રુ અજિતસેનનાં કહેલાં વચને પિતાના રાજાને કહી સંભળાવી મર્યાદાયુકત ઊભે રહ્યો. એ કડવાં વચન સાંભળતાં જ શ્રીપાળ તેજદાર તરવારને હાથમાં ગ્રહણ કરી લડાઈના મેદાનમાં ઉતરવા સતેજ થયે, અને ચતુરંગી સેનાને લઈ મજલ દરમજલે ચંપાનગરીની સીમા ભણી પહોંચી જ્યાં નદીને કાંઠા પર ઉંચી પણ મજબૂત ભેખડવાળી ભૂમિ હતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy