________________
ખંડ ચે. “
૧૯૧ આદિ મધ્ય અંતે છે જાણ, મધુર આમ્સ કટુ જેહ પ્રમાણ રાજા નહિ મલે. ભેજન વચને સમ પરિણામ, તિણે ચતુરમુખ તહારૂં નામ. રાજા નહિ મલે. ૧૨, નિજ નહિં તે અમારો કોઉ, શત્રુભાવ વહિયે છે દોઉ રાવ
જીવતો મૂકો જાણી રે બાલ, તેણે અમેનિર્બલ સબલશ્રીપાલ. રાજ નહિ મલે.૧૩ નિજ જીવિતને હું નહિં રૂઠ, રૂ તસ જમરાય અપૂઠ, રાજા નહિ મલે.' જેણે જગાવ્યો સૂતો સિંહ, મુઝ કેપે તસ ન રહે લીહ. રાજા નહિ મલે. ૧૪ તસ બલ સાયર સાથે પ્રાય, જેહના બલ તે બીજા રાય; રાજા નહિ મલે. તેહમાં હું વડવાનલ જાણુ, સવિ તે શેવું ન કરૂં કાણુ. રાજા નહિ મલે. ૧૫ કહેજે દૂત તું વેગે જાઈ, આવું છું તુઝ પૂઠે ધાઈ રાવ બલ પરખીએ રણ મેદાન, ખડગની પૃથવી ને વિદ્યાનું દાન. રાજા નહિ. ૧૬ ચૂંથે રે ખંડે ત્રીજી ઢાલ, પૂરણ હઈએ રાગ બંગાલ; રાવ સિદ્ધચક્ર ગુણ ગાવે જેહ, વિનય સુજશ સુખ પાવે તેહ. રાજા નહિ મલે. ૧૭,
અર્થ –આ પ્રમાણે બોલી દૂત ચૂપ રહ્યો કે તરત જ અજિતસેન શરીરમાં ભરાયેલા ભૂતની પિંઠે ક્રોધ સહિત બોલ્યો-“જે ખરી રીતે દૂતપણને પ્રેમ છે, તો કહું છું તે જ મુજબ તારા રાજાને જઈ આમ કહેજે કે બીજા રાજાઓ આવીને તને નમ્યા છે; પણ આ ચંપાનગરીના અજિત સેના સરખો અજિત સિન્યવંત અજિતસેન રાજા કદિ મળવા કે નમવા નહીં આવશે ! હે દૂત ! જે તે પહેલાં મીઠાં, વચમાં તીખાં, ખાટાં અને અંતમાં ખારાં-કડવાં વચનો ભેજન જમવાની રીત પ્રમાણે બોલ્યો, તે વચને અને ભેજન બંને સરખી લહેજત ભર્યા છે અને એવાં વચન બોલવા માટે તારામાં નિપુણતા છે, તેથી તારું નામ ચતુર્મુખ છે એ વાજબી છે. તે જે વચને કહ્યાં તેના ઉત્તરમાં સાંભળી લે– તું કહે છે કે શ્રીપાલ તમારે છે; પરંતુ તે અમારો છે જ નહીં, અને કદિ શ્રીપાલ અમારો છે, તે પણ અમારા બંને વચ્ચે શત્રુભાવ જ રહેલે હાવાથી પરસ્પર શત્રુભાવે વત્તિયે છિએ એને લીધે શ્રીપાળ અમારે દુશ્મન છે, પણ સગો નથી અને હું પણ તેને કટ્ટો દુશ્મન છું, પણ કાકો નથી ! તેને બાળક જાણીને જ્યારે જીવતો જવા દીધો ત્યારે અમે નિર્બળ થયા અને એ શ્રીપાળ બળવાન થયે ! તેમજ હું મારા જીવિતવ્ય ઉપર રૂટમાન થયે નથી; પણ તારા રાજાના જીવન પર યમરાજા રૂટમાન થયો છે; કારણ કે તેણે સૂતેલા સિંહને જગાડી છંછેડ્યો છે; માટે ચેતીને ચાલે તે બે દહાડા જીવાશે. મારે કેપ થશે તે એની કશી મર્યાદા રહેશે જ નહીં; વળી તેનું બળશાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org