________________
- ખંડ થો. કિહાં સરસવ કિહાં મેરૂ ગિરિંદ, કિહાં તારા કિહાં શારદચંદ સાવ કિહાં ખદ્યોત કિહાં દિનાનાથ, કિહાં સાયર કિહાં છિલ્લર પાથ. સા. ૫
અર્થ–ચંપાનગરીમાં અજિતસેન રાજા છે તેની આગળ જઈ ચતુરમુખ દૂત રસાળ-એટલે કે પહેલાં મીઠાં, પછી ખાટાં, અને છેવટે ખારાં, એમ ભેજન પદાર્થ જમવાની રીત પ્રમાણે ત્રણ રીતથી રસીલાં વચને કહેવા લાગ્યા કે –“હે રાજન! આપ હવે વૃદ્ધ થયા છે માટે આપ સાહેબ હવે પરમેશ્વરને ભજી, બાકીની જીંદગી ગુજારે એ જ ઉત્તમોત્તમ છે, અથવા તો મારા સાહેબની સેવા કરે. આપે આપના ભત્રીજા શ્રીપાલ કુંવરને તેના પિતાના રાજ-તખ્ત પર બિરાજેલ છતાં તેને રાજ્ય વ્યવસ્થા સંબંધી ભાર વહન કરવાને અસમર્થ જાણ પોતાની ખાંધ પર તે બોજો ઉઠાવી લઈ, કળાઓમાં પ્રવીથતા મેળવવાને માટે વિદેશ મોકલ્યો હતો, તે હવે સુંદર પ્રકારે સર્વ કળાઓ શીખી નિપુણ બની હાથી, ઘોડા, રથ ને દિલવાળા ઉદાર લશ્કર રહિત આપના બાંધપરનો બોજો ઉતારી લેવા આવ્યો છે, અને આપ વૃદ્ધ થએલા હોવાથી આપના ખાંધને ભાર એ સપૂતને ઉતારે લાયક જ છે, જેથી તે કબૂલત આપે છે કે, હું અવશ્ય વૃદ્ધ કાકાશ્રીનો બોજો ઓછો કરી નિવૃત્તિવંત કરીશ જ! લોકોમાં પણ પરંપરાને રિવાજ જ છે કે મકાનનો બોજો ઝીલી રાખનાર થાંભલો જૂન થઈ ગયું હોય તે તેને તે બજાથી મુક્ત કરી દઈ તેની જગાએ ન થાંભલો મૂકાય છે. તો આપ જૂના થંભને બોજાથી મુક્ત કરી નવા શંભરૂપ શ્રીપાલકુંવરને સ્થાયી થવાની જ જરૂર છે, માટે આપ રાજ્યની લગામ તેને સ્વાધીન કરી નેહ ભતાવી આનંદ આપે છે, જેથી જગતમાં વાહ વાહ થાય. (અહીં લગી મીઠાં વચન છે. હવે તીખાં વચનો કહે છે.) વળી બીજી બીના ધ્યાનમાં લેવાની એ છે કે ઘણા રાજા મહારાજાએ શ્રીપાલજીના ચરણકમળને અનુકૂળ ભક્તિ વડે કરીને સેવે છે; છતાં પણ આપ પોતાના હોઈ તેમ કરવા નથી પધાર્યા એ એક એમનાથી વિરોધ બાંધવાનું બીજ વાવ્યું છે, તો તે વિરોધને શોધ કરવા માટે તે શ્રીપાલ રાજા શું અસમર્થ છે? ના અસમર્થ નથી ! તેમનામાં અને આપનામાં તફાવત પણ કંઈ જે તે નથી; પણ ઘણો જ છે-કયાં તે સરસવને ઝીણે દાણે અને કયાં મહાન મેરૂ પર્વત ! કયાં બિચારા તારાનું તેજ અને ક્યાં શરદુ પૂર્ણિમાના ચંદ્રનું તેજ ! કયાં ઉડતા આગિયા જીવડાને પ્રકાશ અને ક્યાં તેજપુંજ સૂર્યને પ્રકાશ ! કયાં છિછરા તલાવડાનું ગહેરાપણું અને કયાં મહાસાગરની ગંભીરતા ભરી હે
–૧ થી ૫ કિહાં પંચાયણ કિહાં મૃગબાલ, કિહાં ઠીકર કિહાં સેવનથાલ; સાહિબ સેવીયેં. કિહાં કેદ્રવ કિહાં કૂર કપૂર, કિહાં કૂકશને કિહાં ધૃતપૂર. સાહિબ સેવીયે. ૬ કિહાં શૂન્ય વાડી કિહાં આરામ, કિહાં અન્યાયી કિહાં નૃપ રામ; સા. કિહાં વાઘ ને કિહાં વલિ છાગ, કિહાં દયા ધરમ કિહાં વલિ યાગ. સા. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org